GujaratAhmedabad

લોકગાયિકા કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો, ફરી ‘ચાર ચાર બંગડી વાળા’ ગીત પર ફરી લાગી બ્રેક

લોકગાયિકા કિંજલ દવેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકગાયિકા કિંજલ દવે દ્વારા ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી ગાવવામાં આવ્યું છે ત્યારથી આ કોપીરાઇટ કેસમાં સપડાઈ ગયું છે. આ સમગ્ર મામલો કોર્ટમાં રહેલો છે. એવામાં આજે ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલે દવે ને સ્ટે મળ્યો હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ સિવિલ કોર્ટ દ્વારા કિંજલ દવેને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી પ્રાપ્ત થઈ હતી. ત્યારે અરજદારે સિવિલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટ દ્વારા અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મૂકવામાં આવ્યો છે.

જાણકારી મુજબ, ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાવા પર સ્ટે લંબાવવામાં આવ્યો છે. કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપની દ્વારા અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટ નો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ અરજદાર ગીતના કોપીરાઈટ હોવાનુ પુરવાર કરી શક્યા નહીં અને કિંજલ દવે આ કેસ જીતી ગઈ હતી.  ત્યાર બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપની દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ત્યારે અરજી કરાતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવી દેવામાં આવ્યો છે.