GujaratRajkotSaurashtra

21 વર્ષના લગ્ન જીવન પછી પણ પતિએ પૈસાની માંગણી કરીને દબાણ કરતા પરણીતાએ ઝેરી દવા ઘટઘટાવી

ઘણા લોકો કહેતા હોય છે કે પૈસો હંમેશા સબંધ બગાડે છે. અને એવું ઘણી વખત થતું પણ હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં આવું જ કંઈક સામે આવ્યું છે. જ્યાં પત્નીના પિતા પાસેથી ઉછીના પૈસા લઈને ધંધો શરૂ કર્યો અને પત્નીના પિતાએ જ્યારે એ પૈસા વર્ષો પછી પરત માંગ્યા તો પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારે પત્નીએ સ્યુસાઇડ નોટ લખીને ઝેરી દવા ઘટઘટાવી હતી. ત્યારે આ સમગ્ર મામલો હાલ તો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

પોલીસ ફરિયાદ અનુસાર, મીરાબેન સોલંકી અને ચિંતન સોલંકીના લગ્ન જીવનને 21 વર્ષ થયા છે. તેમને 10 વર્ષનો એક દીકરો પણ છે. મેડિકલ સ્ટોર્સ ચલાવીને ચિંતન સોલંકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ક વેપાર ધંધા માટે ચિંતન સોલંકીને 40 લાખ રૂપિયાની જરૂર હતી ત્યારે મીરાબેન સોલંકીએ દસ વર્ષ પહેલાં તેમના પિતા પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જે પૈસા મીરાબેનના પિતાએ જે 27 એપ્રિલના રોજ પરત આપવાનું યાદ કરાવ્યું હતું. ત્યારે ચિંતન સોલંકીએ પોતાની પત્ની સાથે આ વાતને લઈને ખૂબ જ ઝઘડો કર્યો હતો. જેના લીધે થઈને પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખીને તેની મોટી બહેનને જણાવ્યું તેમજ તેનો ફોટો પણ મોકલ્યો હતો. અને બાદમાં તેણે ઘરમાં રહેલ ઉંદર મારવાની દવા ઘટઘટાવી લીધી હતી.ત્યારે તેને તત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ કબાટ ખસેડવામાં આવી હતી.

આ સમગ્ર મામલે પરણીતાએ પોલીસને જણાવ્યું હતું કે, મારા પતિ ચિંતન સોલંકી 15 વર્ષની રાજકોટમાં પ્રોપર્ટી લેવાના તેમજ ધંધા માટે મને માનસિક ત્રાસ આપે છે અને કહે છે મેં તારા પિતાજી પાસેથી પૈસા લઈ આવ. ચિંતનને તેમની બહેન નિશાબેન અને તેમના મામનો દીકરો ગુંજલભાઈ સતત આ મામલે ચડાવતા હતા. મારા પતિ આ બંનેની વાતમાં આવીને મને ગંદી ગંદી ગાળો દઈને મારી સાથે મારકૂટ પણ કરતા હતા. આશરે સાત મહિના પહેલા મારા 72 તોલાના સોનાના દાગીના મારા પતિએ ગીરવે મૂકી દીધા છે. મેં જ્યારે એ દાગીના પરત માંગ્યા તો પતિ ચિંતન તેમજ તેમના મામનો દીકરો ગુંજાલભાઈ અને નિશાબેને મને કહ્યું હતું કે તારાથી થાય એ કરીલે તને દાગીના નહીં મળે. માટે હું મારા દીકરાને લઈને જામનગર ખાતે મારા પિતાજી ના ઘરે જતી રહી હતી.

નોંધનીય છે કે, આશરે ત્રણથી ચાર મહિના જેટલું પિતાના રોકાયા પછી મારા મામાજી સસરાએ અમારું સમાધાન કરાવતા હું પાછી સાસરીમાં આવી હતી. ત્યારે હું પિતા પાસેથી મારા વ્યક્તિગત ખર્ચ માટે 5 લાખ રૂપિયા લઈ આવી હતી તે પૈસા પણ મારા પતિ ચિંતને બારોબાર વાપરી નાખ્યા અને વધુ પૈસા લઈને આવવા માટે દબાણ કરવા લાગ્યો હતો.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ મામલે પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ ચિંતન સોલંકી, નણંદ નિશાબેન સહિત ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.