GujaratAhmedabad

કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ થયા બાદ નિલેશ કુંભાણીએ વિડીયો શેર કરી કર્યા મોટા ખુલાસાઓ

સુરતની હાઇપ્રોફાઇલ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને હરાવી દીધી હોવાના લીધે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એવામાં નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવેલ છે. નિલેશ કુંભાણી પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ સમગ્ર વિવાદ અંગે પ્રથમ વખત નિવેદન આપવામાં આવ્યું છે. નિલેશ કુંભાણી દ્વારા વિડીયોમાં મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. એક વીડિયો શેર કરીને મોટા ઘટસ્ફોટ કર્યા છે.

તમને જણાવી દઈએ કે, સુરતનું ફોર્મ રદ થયું ત્યારથી કોંગ્રેસના નિલેશ કુંભાણી ગુમ થઈ ગયા હતા. તેના લીધે કોંગ્રેસમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા હતા. જેમાં અંતે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે સસ્પેન્ડ થતાંની સાથે જ નિલેશ કુંભાણી દ્વારા વિડીયો શેર કરીને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમાં તેમને જણાવ્યું છે કે, હજુપણ તે કોંગ્રેસના સૈનિક છે, સાથે જ કોંગ્રેસના જ અમુક લોકો પર આડકતરી રીતે આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી દ્વારા વિડીયો શેર કરવામાં આવ્યો છે. નિલેશ કુંભાણી વીડિયોમાં જણાવ્યું છે કે, હું કોંગ્રેસનો સૈનિક રહેલ છું. હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ રહેલો હતો. હવે આ વીડિયો બાદ અનેક સવાલો ઉભા થાય છે. જો કુંભાણી મોવડી મંડળના સંપર્કમાં રહેલા હતા તો સસ્પેન્ડ કેમ થયા? શું કોંગ્રેસનું મોવડી મંડળ સાચુ કે કુંભાણી સાચા? કુંભાણી દ્વારા કહ્યું કે હું કાલે અમદાવાદમાં હાજર થવાનો છું.

નોંધનીય છે કે, સુરત લોકસભા બેઠકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. શિસ્ત સમિતિની બેઠકમાં નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. ત્યારે હવે આ બાબતમાં નિલેશ કુંભાણી દ્વારા વીડિયો વાયરલ કરીને પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે.