GujaratRajkotSaurashtra

બાગેશ્વર બાબાની કથા સાંભળીને ઘરે આવેલ પત્નીને પતિએ મોતને ઘાટ ઉતારી

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા સાંભળી અંજલિ અહેરવાલ નામની મહિલા ખોડિયારપરામાં આવેલ પોતાના ઘરે પહોંચી તો તેના પતિ દ્વારા તેના પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાં રહેનાર અને કારખાનામાં મજૂરીકામ કરી મૂળ મધ્યપ્રદેશનો પરિવાર ગઈ કાલના રોજ રેસકોર્સ મેદાન બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા સાંભળવા માટે ગયો હતો. કથા સાંભળ્યા પછી તમામ ઘરે આવી ગયા હતા.

એવામાં આજે સવારના અંજલિ પુષ્પેન્દ્ર અહેરવાલ ઉઠ્યા નહોતા. તે કારણોસર પડોશમાં રહેનાર તેની બહેને દરવાજો ખોલીને જોયું તો અંજલિ મૃત હાલતમાં પડેલી હતી અને તેની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી હતી. આ જોઇને અંજલિના બહેન ચકિત થઈ ગયા હતા. ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી મૃતદેહ પર કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ શરુ કરી હતી.

અંજલિની બહેન અમૃતા રોશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે કુલ 6 બહેન અને 2 ભાઈ રહેલ છીએ. એમાં હું સૌથી મોટી બહેન છું અને મારાથી નાની બહેન અંજલિ રહેલી છે. અમે બધા ગઈકાલે બાગેશ્વરધામના બાબાની કથામાં ગયેલા હતાં. અંજલિના પતિને પણ બાબાની કથામાં આવવાનું જણાવ્યું હતું પરંતુ તે આવ્યા નહોતા. ત્યાર બાદ અમે 11 વાગ્યાના પરત આવી ગયા અને પછી જમીને સુઈ ગયા હતા. એવામાં અમે દરરોજ કામ અર્થે કારખાનામાં કામ કરવા માટે જઈએ છીએ. આ કારણોસર હું અંજલિના ઘરે પહોંચી હતી. જ્યારે દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈ મેં જોયું તો મારી બહેન મૃત હાલતમાં જોવા મળી હતી. તેના લીધે હું ચકિત થઈ ગઈ હતી. જ્યારે અંજલિને સંસારી જીવ્ન્મના એક પુત્ર પણ રહેલ છે.

ગઈકાલના અંજલિનો પુત્ર તેમના સાસુ-સસરા સાથે બીજા મકાનમાં રહેલો હતો અને પતિ પુષ્પેન્દ્ર અને પત્ની અંજલિ પોતાના મકાનમાં રહેલા હતાં. ગઈ કાલ રાત્રીના પૈસા બાબતમાં ઝઘડો થતા તેના પતિ દ્વારા તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરીને અંજલિને મોતને ઘાટ ઉતારી નાખી હતી. નોંધનીય છે કે, આરોપી પતિ પુષ્પેન્દ્ર હત્યા કરીને નાસી ગયો હતો. તેમ છતાં પોલીસ દ્વારા અંજલિના બહેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી મૃતક અંજલિના પતિની તપાસ શરુ કરી છે.