તીનપત્તીની ગેમમાં એક લાખથી વધુની રકમ હારી જતા યુવાને વીડિયો વાયરલ કરી આપઘાત કર્યો
રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને વધુ એક ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં આજી ડેમમાં ઝંપલાવી CA નો અભ્યાસ કરનાર શુભમ બગથરિયા દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે. યુવક દ્વારા આત્મહત્યા કરતા પહેલાં પોતાના મોબાઈલમાં બે વીડિયો બનાવવામાં આવ્યા હતા, જેમાં તેને જણાવ્યું છે કે, ‘હું તીનપતી માસ્ટરમાં રૂપિયા હારી ગયો છુ અને મારી પાસે એટલા પાપ રહેલા છે કે તેને હું શબ્દો જણાવી શકતો નથી. આ વિડીયો બનાવ્યા બાદ યુવકે આજી ડેમમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણકારી મળતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી અને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી.
તેની સાથે આ વિડીયોમાં ‘મેં ખૂબ મહેનત કરી, પરંતુ હું પગલું ભરવા માટે મજબૂર રહેલો છુ. કારણ કે મારાથી ઘણા બધાં પાપ થઈ ગયાં છે કે શબ્દોમાં જણાવી શકતો નથી. આજી નદી છે. આ કારણોસર હું કુદીને મારી જાન આપી રહ્યો છું, આમાં કોઈનો કાંઈ વાંક રહેલો નથી, મારા શેઠ બધા સારા રહેલા હતા. તેમના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈ ના 20 હજાર અને 15 હજાર તેના શેરના, ઓનલાઈન તીન પત્તી માસ્ટર ગેમમાં હું હારી ગયેલો છુ. આ કારણોસર હું મારી જિંદગીથી થાકી ગયો છે અને હવે હું સુસાઈડ કરવા જઈ રહ્યો છુ.
આ સાથે વધુમાં તેને જણાવ્યું કે, મમ્મી-પપ્પા આઈ લવ યુ..તમે હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો અને મારા વગર જિંદગી જીવવાનો પ્રયાસ કરજો. પ્લીઝ.તમે જિંદગી જીવજો. પપ્પા મારી ગાડી આજી ડેમ પાસે નદી છે ત્યાં ભરવાડ પાસે પડેલી છે, તેને વેચીને જેટલા પૈસા આવે એ ચૂકવાય તેને તમે ચૂકવી દેજો. માત્ર એટલું જ કહેવું છે કે, હું હવે જાઉં છુ. તેટલું કહીને તેને મોતની છલાંગ લગાવી દીધી હતી.
શુભમ દ્વારા ગઈકાલે સાંજે વીડિયો બનાવી તેના પિતાને મોકલવામાં આવ્યો હતો. પરંતુ પિતાનું નેટ બંધ રહેલું હતું. સાંજે 7 વાગ્યે નેટ શરૂ કરતા વીડિયો જોતા તેમને ભારે આઘાત લાગ્યો હતો. ત્યાર બાદ રાતભર પરિવાર તેને શોધવા નીકળ્યો હતો. હવે આજે સવારે લોકેશન મળતાં વહેલી સવારના 5 વાગ્યા થી શુભમ ના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તેની સાથે યુવક વીડિયોમાં તીનપત્તી ગેમમાં એક લાખથી વધુ રૂપિયા હારી ગયાનું જણાવી રહ્યો છે, જેમાં તેણે અલગ અલગ વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા તેવો પણ તેને ઉલ્લેખ કર્યો છે. માત્ર આ જ કારણ નહીં અન્ય પણ કેટલાક કારણોને લીધે આપઘાત કર્યો હોવાનું વિડીયોમાં કહ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.