અમેરિકામાં ઓકલોહામાં ગુજરાતી યુવક હેમંત મિસ્ત્રીના મૃત્યુ બાદ પરિવારે કર્યું અંગદાન
અમેરિકાના શનિવારના રોજ ઓકલોહામાં શહેરમાં એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના ઘટી હતી. જેમાં મોટેલ ચલાવનાર મૂળ નવસારીના હેમંત મિસ્ત્રીની એક વિદેશી દ્વારા પંચ મારી તેમની હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હત્યારા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી. હેમંત મિસ્ત્રીની હત્યાના સમાચાર મળતા જ બીલીમોરામાં રહેનાર પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના કુટુંબીજનો માં શોકની લાગણી વ્યાપી છે.
અમેરિકામાં મોતને ભેટેલા હેમંત મિસ્ત્રીની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે, મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવામાં આવશે. જેની વ્યવસ્થા તેમના દ્વારા જ કરવામાં આવી હતી. તેના લીધે હેમંત મિસ્ત્રી ના અવસાન બાદ તેમના પરિવારજનો દ્વારા તેમની ઇચ્છા મુજબ તેમના અંગોનું દાન કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાંથી અંગદાનની પ્રક્રિયા સમાપ્ત થયા બાદ તેમના પાર્થિવ દેહને પરિવારને સોંપાશે. ત્યાર બાદ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે.
59 વર્ષના હેમંત મિસ્ત્રીની વાત કરીએ તો મૂળ બીલીમોરના અમેરિકાનાં ઓકલાહોમા શહેરમાં રહી રહ્યા હતા. એવામાં તેમનું કચરો ઉઠાવવાની સામાન્ય બાબતમાં રિચર્ડ લેવિસ નામના વ્યક્તિ દ્વારા મોટલ માલિક હેમંત મિસ્ત્રીને જોરદાર પંચ મારવામાં આવો હતો. રિચર્ડ ના પંચથી મોટેલ માલિક હેમંત જમીન પર પટકાવા ની સાથે તે બેભાન થઈ ગયા હતા.
ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી આરોપી રિચર્ડ લેવિસની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ, બીલીમોરામાં હેમંત મિસ્ત્રીના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.