ગુજરાતમાં હાલ આઈપીએલનો માહોલ બનેલો છે. રવીવારના હવે આઈપીએલની ફાઈનલ મેચ રમાવવાની છે. જ્યારે ગઈ કાલના બીજી ક્વોલીફાયર મેચ રમાઈ હતી. જેમાં મુંબઈને ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં આ મેચને લઈને અંબાણી પરિવાર પોતાની ટીમનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતમાં આવેલા હતા.
જ્યારે હવે જાણકારી મળી છે કે, અંબાણી પરિવાર ગાંધીનગરના એક મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યો હતો. નીતા અંબાણી દ્વારા ગાંધીનગરના કોટેશ્વર મહાદેવના દર્શન કરવામાં આવ્યા હતા. ગાંધીનગરના કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. અમદાવાદ ખાતેની મેચની એક ઇનિંગ્સ જોયા બાદ કોટેશ્વર મંદિર દર્શન માટે નીતા અંબાણી નીકળ્યા હતા.
આ મેચ બાદ નીતા અંબાણી કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શ્રદ્ધાથી માથુ નમાવ્યું હતું. નોંધનીય છે કે, અંબાણી પરિવાર ભક્તિભાવ સાથે જોડાયેલો પરિવાર રહેલો છે. પરિવારના કોઈને કોઈ સભ્યો સમયાંતરે ભારતના અનેક મંદિરોના દર્શન કરતા જોવા મળતા હોય છે.
નોંધનીય છે કે, ગઈકાલ સાંજના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023 ની બીજી ક્વોલિફાયર મેચ રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઈટન્સ દ્વારા શુન ગીલની શાનદાર ઇનિંગ્સના આધારે 233 રનનો સ્કોર ઉભો કર્યો હતો. તેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 171 રન જ બનાવી શકી હતી. જેના લીધે તેને 62 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.