આજના જમાનામાં લગ્ન પછી પણ લોકો અન્ય વ્યક્તિ સાથે પ્રેમમાં પડતા હોય છે. અને પછી આ સંબંધના કારણે લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે. આવું જ કંઈક અમદાવાદ શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક પરિણીતાનો પતિ નોકરી ગયા પછી પરિણીતાનો ફોન ઉપાડતો નહતો. તેમજ તેને અન્ય કોઈ સ્ત્રી સાથે સબંધ હોવાનું બહાર આવતા પરણિત યુવકની માતાએ કહ્યું કે તને એ ગમતી હોય તો તું એને લાવી દે અને આને બહાર કાઢ. આમ હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો ચેમ ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, વર્ષ 2019માં અમદાવાદ શહેરના સરસપુરમાં વસવાટ કરતી એક 27 વર્ષની ઉંમરની એક યુવતીએ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન કર્યા પછી તે તેના પરીના ઘરે એટલે કે સાસરે રહેવા ગઇ હતી. યુવતી સાસરે ગઇ તેના થોડા સમય પછી તે ગર્ભવતી થતા તેના સાસુએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. યુવતીનો પતિ જ્યારે નોકરી પર જાય અને યુવતી ફોન કરે તો સાસુ ઠપકો આપતા અને કહેતા મેં ફોન નહીં કરવાનો તું ઘરકામ કર તારે કામવાળીની જેમ માત્ર ઘરકામ જ કરવાનું. યુવતીએ જ્યારે એક બાળકીને જન્મ આપ્યો ત્યારે પણ તેનો પતિ યુવતીને કે તેની પુત્રીને મળવા જતો નહોતો. જ્યારે યુવતી તેની બાળકીને લઇને સાસરે આવી ત્યારે યુવતી ઘરની અંદર પ્રવેશે તે પહેલાં જ સાસુએ બાળકીને લઈ લીધી અને કહ્યું કે તારું હવે અમારે તારી જરૂર નથી તું અહીંથી નિકળ એમ કહીને મહેણા માર્યા હતા.
નોંધનીય છે કે, જ્યારે પણ યુવતીનો પતિ નાઇટ શિફ્ટમાં નોકરી પર જાય અને યુવતી તેના તેના પતિને ફોન કરે તો તેનો પતિ ફોન ઉપાડતો નહતો. અને તે દરમિયાન સામે આવ્યું કે પતિના બીજી કોઈ સ્ત્રી સાથે પ્રેમ સબંધ છે. ત્યારે યુવતીના સાસુએ આ વાતને લઈને પોતાના દીકરાને ઠપકો આપવાના બદલે સપોર્ટ કર્યો અને કહ્યું કે તને બીજી કોઇ યુવતી ગમતી હોય તું એને લઈ આવે અને આને તો આને છોડી દે એમ કહીને યુવતીને ત્રાસ આપતા હતા. આમ પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને યુવતીએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી ચેમ ત્યારે બાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.