વડોદરામાં પથરીના ઓપરેશન બાદ ડોક્ટર ચકિત થઈ ગયા, એટલી પથરી નીકળી કે…
વડોદરાથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે તેને જાણીને તમે ચકિત થઈ જશો. કેમકે આપણે બધા જાણીએ છીએ કે, કોઈ વ્યક્તિને પેટમાં કે કિડનીમાં પથરી એક બે હોય તો પણ તેનો દુઃખાવો સહન કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આજે અમે વડોદરાના એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના પેટમાંથી અસંખ્ય પથરી નીકળી હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, વડોદરામાં રહેનાર નવાયાર્ડ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહંમદ ખલીક પઠાણના પેટમાં 1628 પથરી નીકળી આવી હતી. તેના લીધે ડોક્ટર પણ ચકિત થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરામાં 35 વર્ષીય દર્દી મોહમ્મદ પઠાણ દ્વારા નિઝામપુરામાં આવેલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિ સર્જરી કરાવવામાં આવો હતી. લેપ્રોસ્કોપિ સર્જરી બાદ ડોક્ટર દ્વારા તે વ્યક્તિનાં શરીરમાંથી 1628 પથરી નીકાળવામાં આવી હતી. જ્યારે લેપ્રોસ્કોપિક સર્જન ડો લલિત મછાર, ડો જીતેન્દ્ર મિસ્ત્રી અને ડો તુષાર ચોક્સી દ્વારા આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
આ મામલામાં લેપ્રોસ્કોપી સર્જન ડો. લલિત મછારે દ્વારા જણાવામાં આવ્યું છે કે, મોહમ્મદ પઠાણ જ્યારે દાખલ થયા ત્યારે તેમને ઈમરજન્સી દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા અને દર્દીને પેટમાં સતત દુખાવો થઈ રહ્યો હતો. ત્યાર બાદ દર્દી મોહમ્મદ પઠાણની સોનોગ્રાફી કરાઈ હતી. તેના પછી સોનોગ્રાફીમાં જોવા મળ્યું કે, તેના પિતાશયમાં રહેલી પથરીના લીધે તેને દુઃખાવો ઉપડ્યો છે. ત્યાર બાદ તેની સીટી સ્કેન દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે સમયે ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. પરંતું તે સમયે તેમને ન્યુમોનાઈટીસ થયેલો હતો. ત્યારે આ ઓપરેશન વ્યક્તિને બેભાન કર્યા બાદ જ કરાઈ છે અને એવામાં આજે સર્જરી કરાઈ હતી.