SaurashtraGujaratRajkot

રાજકોટ પત્નીની આત્મહત્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો…

રાજ્યમાં સતત  આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે આજે આવી એક ઘટના રાજકોટ થી સામે આવી છે. રાજકોટ માં પત્નીની આત્મહત્યાનાં થોડા દિવસો બાદ પતિ દ્વારા ગળેફાંસો ખાઈને જીવન ટુકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. પત્નીના વિયોગમાં પતિ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં આજી ડેમ પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણકારી મુજબ, રાજકોટ શહેરની આજી ડેમ ચોકડી નજીક આવેલા યુવરાજનગર-6 માં રહેનાર અને મજૂરી કામ કરનાર અનિલ ભૂપતભાઈ ડાભી  નામના યુવક દ્વારા ગઈકાલનાં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવામાં આવી હતી. આ બાબતની જાણ પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસની તપાસમાં જાણકારી સામે આવી છે કે, અનિલ ડાભીના ચાર વર્ષ અગાઉ કાલાવડના મૂળીલાની કાજલ નામની યુવતી સાથે લગ્ન થયા હતા. તેમણે લગ્નને 4 વર્ષ થવા છતાં સંતાન પ્રાપ્તિ ન થતાં કાજલ બેન હતાશ થઈ ગયા હતા. તેના લીધે કાજલ બેન દ્વારા  14 જાન્યુઆરીના દિવસે જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. એવામાં પત્ની કાજલનાં આત્મહત્યા બાદ અનિલ સાવ ઉદાસ રહેવા લાગ્યો હતો.

એવામાં ગઈકાલ રાત્રી નાં અનિલ દ્વારા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવામાં આવી હતી. તેમ છતાં આત્મહત્યા કરતા પહેલા 2 વીડિયો અનિલ દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેમાં તેણે પત્નીના વિયોગ અને સાસરિયાના ત્રાસનાં લીધે આ અંતિમ પગલું ભર્યું હોવાની કહ્યું છે. તેણે પત્ની કાજલની આત્મહત્યા બાદ તેના પિયર પક્ષ દ્વારા 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. વીડિયો અનિલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કાજલ મને બોલાવે છે એટલે હું તેની પાસે જાવ છું, મારી અને કાજલની અસ્થિ દામોદરકુંડમાં સાથે પધરાવવામાં આવે. મારા ગયા બાદ  મારી બાનું ધ્યાન રાખજો. મારા સસરા 10 લાખ માંગી રહ્યા  છે. મારી કાજલ જતી રહી, જય માતાજી…બધાને મારા રામ રામ…’