રાજ્યમાં હાલ ડમી કાંડ કેસ ખૂબ ચર્ચામાં છે. બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ જાડેજા પર નામ ન લેવાની શરતે 1 કરોડ રૂપિયા લેવાના ગંભીર આરોપ લગાવ્યા પછી ભાવનગર પોલીસ આ મામલે સક્રિયતાથી કાર્યવાહી કરી રહી છે. ગત રોજ આખો દિવસ યુવરાજસિંહ જાડેજાની પૂછપર્ક્સહ કર્યા પછી મોદી રાત્રે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે હવે ડમી કાંડ કેસમાં યુવરાજસિંહના સાળા એવા કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવસિંહની પણ પોલીસે ધરપકડ કરીને તેમને સુરતથી ભાવનગર ખાતે લાવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. કાનભા સાથે બીજા 2 લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ડમી કાંડનો કેસ હવે જાણે કે તોડ કાંડ કેસમાં પરિવર્તિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે કૌભાંડ ઉજાગર કરવામાં જ કૌભાંડ થયું હોવાનું સામે આવી રહ્યું છે. દમીકાંડ કેસમાં ખાસ તપાસ ટિમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં SITએ યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવસિંહની સુરત ખાતેથી ધરપકડ કરી છે. હાલ તેમને સુરતથી ભાવનગર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, યુવરાજસિંહના સાળા કાનભા પર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે તોડ કાંડ કેસમાં તેમની સંડોવણી છે. ત્યારે હવે કાનભાની સુરથી ધરપકડ કરીને ભાવનગર ખાતે લાવવામાં આવી રહ્યા છે. કાણભાની પૂછપરછ દરમિયાન આ કેસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ કેસમાં એક પછી એક જે પણ લોકોના નામ બહાર આવી રહ્યા છે તે તમામની ધરપકડ કરાઇ રહી છે.
તમને જણાવી દઈએ કે, બિપિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો છે કે ડમી કાંડ કેસમાં યુવરાજ સીંજે નામ ના લેવાની શરતે 1 કરોડ રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે ભાવનગર એસઓજી કચેરીમાં ગત રોજ આખો દિવસ યુવરાજસિંહની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી મોડી રાત્રે પોલીસે યુવરાજસિંહ વિરુદ્ધ 388, 386, 120, 120-Bની કલમો.લગાડીને FIR કરી હતી. અને તેમની ધરપકડ કરી હતી. પોલોસે રાત્રે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, આ કેસમાં વધુ તપાસ માટે યુવરાજસિંહના રિમાન્ડ માંગીશુ અને રિમાન્ડ મળી ગયા પછી આગળ વધુ તપાસ હાથ ધરીશું.