AhmedabadCorona VirusGujaratMadhya Gujarat

ગુજરાતમાં આજે કોરોનાના નવા 364 કેસ: અમદાવાદમાં આજે નોંધાયેલા 292 કેસના સરનામા, ઉંમર સહિતની વિગતો જુઓ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ નોંધાયા છે.24 કલાકમાં 29 દર્દીના મોત થયા છે. આજે 316 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 9,268 થઇ છે. રાજ્યમાં કુલ 566 લોકોના મોત થયા છે.છેલ્લા 24 કલાકમાં 2,760 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં આજે કોરોનાના 292 નવા કેસ સામે આવ્યા છે અને 25ના મોત થયા છે.અમદાવાદમાં કુલ 6,645 કેસ અને મૃત્યુઆંક 446 થયો છે. 2,112 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

શહેરમાં કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 મેથી લોકોને છૂટછાટ આપવામાં આવશે. રેડઝોનમાં હોલસેલ માર્કેટ ખોલવાની પરમિશન અપાઈ નથી.

AMCના વધુ એક ઈજનેર કર્મચારી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ કમિશનર દેવેન ભટ્ટએ પ્લાઝમા ડોનેટ કર્યાં છે.

અમદાવાદમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તો પણ કેસ વધી જ રહયા છે.

અમદાવાદમાં કુલ 2,112 લોકો ડિસ્ચાર્જ થયા છે. હાલમાં કુલ 4,087 એક્ટિવ કેસ છે.