અમદાવાદમાં 6 મે ના રોજ નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સરનામાં સહિતની વિગતો જુઓ

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં નવા 291 કેસ નોંધાયા છે.25 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4716, કુલ મૃત્યુ 298 થયા છે.બુધવારે 25 મોત થયાં તેમા 14 મોત માત્ર કોરોનાને કારણે જ થયા છે એટલે કે તેમને અન્ય કોઈ બીમારી નહોતી.

પાલડીમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ થયુ છે. 80 વર્ષીય વૃધ્ધનું મોત થયુ છે.

અમદાવાદમાં શટડાઉન જાહેર કરાયું છે. ગુરુવારથી દૂધ-દવા સિવાય તમામ દુકાનો 15 મે સુધી બંધ રહેશે.

ગુજરાતમાં કુલ 95,191 ટેસ્ટ કરાયાં છે તેમાંથી 6,625 પોઝિટિવ જ્યારે 88,566 નેગેટિવ આવ્યાં છે.