AhmedabadGujarat

અમદાવાદ: અલ્પેશ દેસાઈ ની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, મિત્ર એ જ આ કારણે કાર ચડાવીને કરી હત્યા

અમદાવાદના પાલડી વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક યુવક પર કાર ચડાવી ને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે આ કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ કેસમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જાણકારી સામે આવી છે કે, અંગત અદાવત આ યુવકની હત્યા કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે આ ગુનામાં ફરાર અન્ય પાંચ આરોપીઓની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, પાલડી વિસ્તારમાં આવેલા પાર્થ હોસ્પિટલ નજીક થોડા દિવસ પહેલા અલ્પેશ દેસાઈ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ગુનાના મુખ્ય ત્રણ આરોપી વિશાલ દેસાઈ, વિક્રમ ઉર્ફે કાનજી દેસાઈ અને આશિષ દેસાઈ ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, 12 મી તારીખના રોજ પાલડી ની પાર્થ હોસ્પિટલ નજીક અલ્પેશ દેસાઈ અને વિશાલ દેસાઈ વચ્ચે ઝઘડો થયો હતો. તેના લીધે વિશાલ ને ગુસ્સો આવી ગયો હતો. ત્યાર બાદ તેમણે પોતાના મિત્રો સાથે મળીને અલ્પેશભાઈ પર હુમલો કરી દીધો હતો. વિશાલે ગુસ્સામાં આવીને અલ્પેશભાઈ કાર ચડાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ગુનામાં પોલીસ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

તેની સાથે જ આ ગુનામાં ફરાર અન્ય પાંચ આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હત્યાના ગુનામાં પકડવામાં આવેલ આરોપી વિશાલની પૂછપરછ  કરવામાં આવતા હત્યાને લઈને જાણકારી સામે આવી છે.  અલ્પેશ પોતાના ધંધામાં વિશાલ કરતા વધુ રૂપિયા કમાઈ રહ્યો હતો. આ સાથે જ બન્ને વચ્ચે લાંબા સમયથી વિવાદ પણ ચાલી રહ્યો હતો. એવામાં થોડા દિવસ પહેલા ઝઘડો થતા આ મામલો હત્યામાં ફેરવાઈ ગયો હતો. ત્યાર બાદ હત્યારાઓ ગુનો આચરીને દ્વારકા નાસી ગયા હતા.

પોલીસ દ્વારા આરોપીની ત્યાર બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે આરોપી દ્વારકાથી પરત આવતા જ તેની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. મૃતક અલ્પેશ દેસાઈ સાથે આરોપી વિશાલ નો છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેના લીધે અગાઉ પણ એક બીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. એવામાં હવે આ મામલામાં ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ શરુ કરી છે.