અમદાવાદથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અમદાવાદ ની વેજલપુરની વિભાવરી સોસાયટીમાં ફાયરિંગમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં આ યુવક દ્વારા પોતે જ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગની ઘટનામાં દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપુત નામના 36 વર્ષીય યુવકનું મૃત્યુ નીપજ્યું છે. ગઈ કાલ મોડી રાત્રી આ ઘટના ઘટી હતી. જેમાં બે જણા હથિયાર સાથે મજાક કરતા ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક જાણકારી સામે આવી છે. મૃતક નશાની હાલતમાં પોતાના પર જ ફાયરિંગ કરી દીધું હોવાની ઘટના સામે આવી છે. હાલમાં સમગ્ર મામલામાં વેજલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણકારી મુજબ, નશાની હાલતમાં સ્ટન્ટ કરવાના પ્રયાસમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. વેજલપુરની રૂપેશ સોસાયટીમાં આકસ્મિક ફાયરિંગમાં એક યુવકનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ યુવકનું નામ દિગ્વિજયસિંહ રાજપુત ઉર્ફે ભોલો રહેલ છે. 36 વર્ષીય યુવક દ્વારા નશાની હાલતમાં મજાકમાં પોતાના પર જ ગોળી ચલાવી દેવામાં અવી હતી. તમને જણાવી દઈએ કે, દિગ્વિજયસિંહ રાજપૂત પોતાના ડ્રાઇવર અને મહિલા મિત્ર સાથે રહેલો હતો. તે સમયે તેના દ્વારા લાયસન્સવાળા હથિયારથી મજાક કરવામાં આવી હતી. આ મજાકમાં તેના પર જ ફાયરિંગ થઈ ગયું હતું. દિગ્વિજયસિંહની સાથે અન્ય બે વ્યક્તિઓ સાથે દારૂની મહેફિલો માણવામાં આવી રહી હતી.
તમને જણાવી દઈએ કે, આ ઘટના દિગ્વિજયસિંહના પોતાની માલિકીના નિર્માણાધીન બંગલામાં ઘટી હતી. મૃતક જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલ હતો. એવામાં નશાની હાલતમાં પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી દીધું હતું. લાયસન્સવાળી લોડેડ રિવોલ્વર દ્વારા પોતાના જ માથા પર મૂકી ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ કરવાની મસ્તી કરી રહ્યો હતો. બે રાઉન્ડ બાદ ત્રીજા રાઉન્ડનું ફાયરિંગ કરવામાં આવતા બુલેટ ફાયર થઈ ગઈ હતી. ફાયરિંગ થતા જ યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ acp કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતી. હાલમાં વેજલપુર પોલીસ દ્વારા fsl ની મદદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.