અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં લાગી ભયંકર આગ
અમદાવાદમાંથી આગની ભયંકર દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના ગોતામાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં ભયંકર આગ લાગી હતી. આ આગ એટલી ભયંકર હતી કે તેમાં 36 વાહનો આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા છે. તેની સાથે આ આગ લાગતા તેના ધુમાડા બેથી ત્રણ કિલોમીટર સુધી ફેલાયા હતા.
તેની સાથે આ ઘટના જાણ થતા જ ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. તેના દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જ્યારે આગની વાત કરીએ તો એટલી વિકરાળ હતી કે તેની ઝપેટમાં 36 વાહનો આવી ગયો હતો. તેમ છતાં એક વાત સારી રહી કે તેમાં કોઈ જાનહાની થઈ નહોતી. પરંતુ વાહનોને સળગી જતા લોકોને ભારે નુકસાની સામનો કરવો પડ્યો છે.
નોંધનીય છે કે, આ ઘટના સવારના 11 વાગ્યાની આજુબાજુ બની હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગ લાગતા જ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડની ટીમને કોલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફાયરબ્રિગેડ ટીમ આવી પહોંચી 15 થી 20 મિનીટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. તેમ છતાં આ આગ કેવી રીતે લાગી તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.