AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદીઓ માટે સારા સમાચાર: આવતીકાલથી આટલી દુકાનો ખોલવા છૂટછાટ મળશે

કોરોના મહામારીને કારણે છેલ્લા બે મહિનાથી લોકડાઉન તો હતું જ પણ છેલ્લા 10 દિવસથી અમદાવાદમાં દૂધ-દવા સિવાયની દુકાનો પણ બંધ કરાઈ હતી જેથી શાકભાજી ની દુકાનો/લારીઓ પણ બંધ હતી. જો કે હવે અમદાવાદીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. વરિષ્ઠ IAS રાજીવકુમાર ગુપ્તાએ એક વિડિયો સંદેશમાં જણાવ્યું કે, શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી-ફળ અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓ હારું કરી શકાશે. દરરોજ સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જ આ દુકાનો ચાલુ રાખી શકાશે અને નિયમોનું પાલન પણ કરવું પડશે.

નિયમોમાં જણાવાયું છે કે, માત્ર છૂટછાટ અપાયેલી વસ્તુઓનું જ વેચાણ કરી શકાશે. નિશ્ચિત કરાયેલા સમયગાળામાં જ વેચાણ કરી શકાશે. આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલા તમામ લોક-માલિકો તેમજ કામદારોની આરોગ્ય ચકાસણી કરાવીને હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ મેળવવાના રહેશે. વેચાણ કરતી વખતે સામાજિક અંતર રાખવું ફરજીયાત રહેશે.

કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી કોઈ સ્ટાફને કામગીરી સોંપી શકાશે નહીં. શક્ય હોય તો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરવો. રોકડથી પણ વ્યવહાર થઇ શકશે પણ રોકડ સ્વીકારવા અલગથી ટ્રે રાખવી પડશે. રોકડ પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે. દુકાનમાં કામ કરતા માલિકો,કામદારોએ હાથ મોજા, સેનેટાઇઝર,કેપ,માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે.ગ્રાહકો તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનેટાઇઝર ફરજીયાત રાખવું પડશે.

ફોટો: AMC ટ્વીટર 

આ ઉપરાંત હોમ ડિલિવરી કરતી સરવીરસ જેવી કે ડિમાર્, ઓશિયા હાઇપરમાર્ટ, બિગ બાસ્કેટ, ઝોમેટો,સવિગઈ તેમજ અન્ય એજન્સીઓએ પણ આ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. હોમડિલિવરી માટે સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધીનો જ સમય નક્કી કરાયો છે.

કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં હોલસેલ શાકમાર્જેટ બંધ જ રહેશે.હોમડિલિવરી ની સર્વિસ પણ ત્યાં બંધ રહેશે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં અનાજ-કરિયાના, શાકભાજી તેમજ અનાજ દળવાની ઘંટી સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને ઉપરના તમામ નિયમોનું તેમને પણ પાલન કરવું પડશે.