AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો આવ્યો ચુકાદો, 14 વર્ષ બાદ ગુજરાતને મળ્યો ન્યાય

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલ સિરિયલ બોમ્બ બ્લાસ્ટને ક્યારેય ભૂલી શકાય એમ નથી. આજે પણ તે ઘટનાને યાદ કરતા આંખમાંથી આંસુ આવી જાય છે. ત્યારે વિચારો કે, જેમણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે એ પરિવાર પર શું વીતતી હશે? ત્યારે 14 વર્ષથી ન્યાયની રાહ જોતા ગુજરાતીઓ અને તે ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવાર જનોને આજે ન્યાય મળ્યો છે. અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો આજ રોજ ચુકાદો આવ્યો છે.

જેમા 77 આરોપીઓમાંથી 49 આરોપીઓને દોષિત 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 28 આરોપીઓ વિરુદ્ધ પુરાવાનો અભાવ હોવાના કારણે તેમને નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસની સુનાવણી ખાસ કોર્ટના જજ એ.આર પટેલ કરી રહ્યા છે. દોષિત સાબિત થયેલા 49 આરોપીઓને આવતીકાલે 9 ફેબ્રુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં અમદાવાદને ગણતરીની મિનિટોમાં જ લોહિયાળ કરનારી ઘટનાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આજે પણ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના પડઘા ગુંજી રહ્યા છે. ત્યારે 14 વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ આજે અમદાવાદ અને ગુજરાતને ન્યાય મળ્યો છે. અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટ આ મામલે ચુકાદો આપતા 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. અને હવે આવતીકાલે 9 ફેબ્રુઆરીના રોજ તેઓને સજા સંભળાવવામાં આવશે.

નોંધનીય છે કે, ઉચ્ચ અધિકારીઓની ટીમે આ કેસની તપાસ માટે રાત દિવસ એક કરીને માત્ર 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી 77 આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણીમાં 7 જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 જેટલા સાક્ષીઓની જુબાની પણ લેવાઈ છે. અત્યાર સુધીમાં આરોપીઓ સામે કુલ 521 ચાર્જશીટ થઈ છે.

તમને જણાવી દઈએ કે, જ્યારે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે હાલના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર પણ લોકોની સેવા કરતા હતા અને તે દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.પ્રદીપ પરમારને એટલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા કે પગ કપાવવાની જરૂર પડે એમ હતો.જો કે, સદનસીબે તત્કાલિક સારવારને કારણે તેમનો પગ બચી ગયો હતો.