અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008: સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે, 21 બ્લાસ્ટથી આખું અમદાવાદ હાલી ગયું હતું
જુલાઈ 26, 2008, શનિવાર. અમદાવાદના લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. કેટલાક કોફી પી રહ્યા હતા, કેટલાક હોસ્પિટલમાં સ્વજનોને મળવા જતા હતા તો કેટલાક ફિલ્મની મજા માણી રહ્યા હતા, પરંતુ સાંજે સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી શહેર હચમચી ગયું હતું. 70 મિનિટમાં શહેરમાં 20 જગ્યાએ એક પછી એક 21 બ્લાસ્ટ થયા. જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્પેશિયલ કોર્ટ આ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ પર 8 ફેબ્રુઆરીએ નિર્ણય સંભળાવશે.
શહેરની સિવિલ હોસ્પિટલ, મણિનગર, બાપુનગર સહિત જે સ્થળોએ 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા અને તત્કાલિન ક્રાઈમ બ્રાંચના ડીસીપી અભય ચુડાસમા સહિતના પોલીસ અધિકારીઓની ટીમના દબંગ અધિકારીઓએ માત્ર 19 દિવસમાં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસનો ઉકેલ લાવી 30 દિવસમાં ગુનેગારોને પકડી પાડ્યા હતા.
વિસ્ફોટની જવાબદારી ઈન્ડિયન મુજાહિદ્દીન હરકત-ઉલ-જિહાદ અલ-ઈસ્લામી દ્વારા લેવામાં આવી હતી, જેના મુખ્ય સુત્રધાર અને માસ્ટરમાઇન્ડ ઈકબાલ, યાસીન અને રિયાઝ ભતાજ
ગોધરાકાંડ પછી થયેલા રમખાણોનો બદલો લેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.વાઘમોર જંગલમાં બ્લાસ્ટની તાલીમ.આતંકવાદીઓની એક ટીમ ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચી હતી.મુંબઈથી કારમાં વિસ્ફોટક લાવવામાં આવ્યા હતા.બ્લાસ્ટ્સ કાર દ્વારા અમદાવાદ અને સુરત પહોંચ્યા હતા.13 સાયકલ ખરીદેલી.મુફ્તી અબુ બશીરે સ્લીપર સેલ તૈયાર કર્યો હતો.અમદાવાદ પોલીસે 99 આતંકીઓની ઓળખ કરી હતા. યાસીન ભટ હાલમાં દિલ્હી જેલમાં અન્ય એક કેસમાં કેદ છે, હવે તેની સામે કેસ ફરી શરૂ કરવામાં આવશે.