અમદાવાદ: 185 કરોડ નું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લીધી
અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.તેમને તતકલાઈક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.હાલમાં હિમાંશુભાઈ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાકે સમયથી અમદાવાદ સહીત રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના બનાવો વધી રહયા છે.
હિમાંશુ એ આપઘાત કરતા પહેલા મિત્ર બાબુભાઈને મેસેજ કર્યો હતો. મેસેજમાં તેમણે દવા પી લેવાની વાત કરી હતી બાદમાં બાબુભાઇ હિમાંશુ ને શોધવા નીકળ્યા હતા. હિમાંશુ દવા પીધેલી હાલતમાં મળી આવતા બાબુભાઈએ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હિમાંશુએ 2-3 મહિના અગાઉ પોલીસમાં અરજી પણ કરી હતી. વ્યાજખોરોના ત્રાસથી હિમાંશુ કંટાળી ગયા હતા.
હિમાંશુ વરિયાએ આત્મહત્યાના પ્રયાસ પહેલા સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ લખી હતી તેમાં તેણે લખ્યું હતું કે,હું મારી લાઇફથી કંટાળી ગયો છું. મારી 50 વર્ષ જૂની કંપની અને 25 વર્ષની મહેનત ટેકનિકલ NPA થઇ ગઇ, એટલેથી ના અટકતા SBIના અધિકારીઓએ બ્રાન્ચનું NPA ના દેખાય એટલા માટે CD-R ની સ્કિમને જોઇન્ટ ડોક્યુમેન્ટ સાઇન કર્યા નહતા તો પણ હાફ ઇમ્પ્લિમેન્ટ કરી SBIની આજ ભુલને કારણે SBIના ઓડિટર્સે કંપની ટેકનિકલ NPA કરી.
કંપનીનેફરીથી શરૂ કરવાના ચક્કરમાં હું વ્યાજખોરના ચક્કરમાં આવ્યો અને બાદ હું અમદાવાદના માથાભારે વ્યાજખોરોના ચક્કરમાં ક્યારે ફસાઇ ગયો એની મને ખબર જ ના પડી. મારો ફ્લેટ એ લોકોએ લખાવી લીધો છે.ગાડીઓ પણ લઇ લીધી છે. મારી વાઇફના ઘરેણાં તેમજ મમ્મીના ઘરેણા પણ વેચાઇ ગયા છે.વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તેઓ ત્રાસ આપી રહ્યા હોવાનું હિમાંશુએ જણાવ્યું હતું.
હિમાંશુએ લખ્યું કે એક વખત હતો જ્યારે અમારા સમાજના 10 છોકરાને IASની પરીક્ષા માટે તમામ ખર્ચ ઉપાડયો હતો જયારે હિમાંશુ વરિયા આજે એને પોતાના છોકરાની ફી ભરવાને લાયક પણ નથી રહ્યો.
મળતી વિગતો મુજબ 2015માં કંપનીનું ટર્નઓવર રૂ. 185 કરોડ હતું. આ જ વર્ષમાં કંપનીએ દેશનો પહેલી 6-સ્ટેન્ડ રોલીંગ મિલનો પ્લાન્ટ શરૂ કર્યો હતો, જેમાં રૂ. 150 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું.બાદમાં અનેક મુશ્કેલીઓ આવતા એકવાર કંપનીને સીલ કરવામાં આવી હતી. હિમાંશુ કંપનીને બચાવવા વ્યાજખોરો ની જાળમાં ફસાઈ ગયો અને બાદમાં આજે આપઘાતનું પગલું ભર્યું હતું.