AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ સિવિલના ડોક્ટરોએ અત્યંત ગંભીર સર્જરી કરીને મહિલાને આપ્યું નવજીવન

અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ENT વિભાગના તબીબો દ્વારા અત્યંત મુશ્કેલ સર્જરીને સફળતાપૂર્વક પાર પાડીને રાજસ્થાનની એક મહિલાને નવજીવન આપવામાં આવ્યું છે. 18 વર્ષના મણીબેન ભીલ કે જેઓ રાજસ્થાનના સિરોહી જીલ્લાના છે. તેમની ખૂબ જ જટિલ સર્જરી કરીને અમદાવાદ સિવિલના તબીબોએ તેમને એક નવું જીવન આપ્યું છે.

મળતી માહિતી અનુસાર, પારિવારિક બબાલમા સમાધાન કરાવવા માટે વચ્ચે આવતા લોખંડનો તીર મણીબેનના ગળાના ભાગમાં ધૂસી ગયું હતું. ત્યારે અત્યંત ગંભીર ઇજાના કારણે મણીબેનને પ્રાથમિક સારવાર માટે રાજસ્થાનની જ એક સ્થાનિક હોસ્પિટલ ખાતેલઇ જવામાં આવ્યા હતા. જો કે, ત્યાંના તબીબોને ઇજાનીગંભીરતા સમજાઈ જતા તેઓએ મણીબેનને અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરાવવા માટે લઇ જવા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ડોક્ટરોના કહેવાનું માનીને મણીબેનના પરિવારજનો સહેજ પણ રાહ જોયા વિના મણીબેનને લાઈનવ અમદાવાદ સિવિલ પહોંચ્યા હતા. અને અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગના તબીબો દ્વારા મણીબેનનો એકસ-રે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં આશરે 12 સેન્ટિમીટરનું લોખંડનું તીર હોવાનું જણાયું હતું

એક્સ રે રિપોર્ટ અનુસાર,મણીબેનના ગળામાં ટ્રેકીયા મતલબ કે શ્વાસનળી તેમજ મગજના ભાગમાં બ્લડ પહોંચાડતી મુખ્ય ધમનીની વચ્ચે તીર ફસાયું હોવાનું જાણવા મળ્યું હતું. ઇ.એન.ટી. વિભાગના તબીબોએ જણાવ્યુ હતું કે, આ સર્જરી ચાલુ હતી તે દરમિયાન જો 1 મી.મી.ની પણ ચૂક થાય તો શરીર પેરાલીસીસ થવાની અથવા મૃત્યુ થવાની પ્રબળ સંભાવનાઓ રહેલી હતી. આ તમામ પ્રકારના પરિબળોને ધ્યાને રાખીને એનેસ્થેસિયા વિભાગનું આ સર્જરી માટે ફીટનેસ સર્ટી પ્રાપ્ત થતા ઇ.એન.ટી. વિભાગના સિનિયર તબીબ ડો. દેવાંગ ગુપ્તા, ડૉ. બેલા પ્રજાપતિ તેમજ ડૉ. એષા દેસાઇની ટીમે મણીબેનની સર્જરી હાથ ધરી હતી. આશરે બે થી અઢી કલાકની ભારે જહેમત બાદ ડોકટરોએ આ સર્જરીને સફળતાપૂર્વક પાર પાડી હતી.

ENT વિભાગના ડૉ. એષા દેસાઇના જણાવ્યા અનુસાર, આ પ્રકારે શરીરમાં જ્યારે બાહ્ય પદાર્થનું સ્થાન જોવા મળે ત્યારે જલ્દી થી જલ્દી તેનું નિદાન અને સારવાર તેમજ સર્જરી કરવી અત્યંત જરૂરી બની જાય છે. આ માટે વિલંબ કરવામાં આવે તો ઇજાની ગંભીરતા અનેક ગણી વધી જાય છે. તેમજ મૃત્યુ થવાની સંભાવનાઓ પણ પ્રબળ બની જતી હોય છે. સિવિલ હોસ્પિટલના ENT વિભાગના દર્દીઓની ભારે જહેમત બાદ સર્જરી સફળતાપૂર્વક પાર પડી હતી. અને મણીબેનને એક નવુજીવન મળ્યું છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે