અમદાવાદમાં મોટો ધડાકો: એક જ દિવસમાં કોરોના ના 77 કેસ સાથે આંકડો 450 પર પહોંચ્યો, ગુજરાતમાં કુલ કેસ 766
રાજ્યમાં હવે કોરોના બેકાબુ બનીને 23 જિલ્લામાં પહોંચી ગયો છે. કોરોનાના પગલે કચ્છમાં પહેલું મોત થયું છે.રાજ્યમાં કુલ મૃત્યુઆંક 34 થયો છે.મહત્વની વાત કરીએ તો કોરોનાના વધુ 71 પોઝિટિવ કેસો સામે આવ્યા છે એમાં 46 કેસ તો અમદાવાદમાં જ નોંધાયા છે. રાજકોટમાં 6, વડોદરામાં 5, સુરતમાં 3, ભરૂચમાં 2, નર્મદામાં 2 અને આણંદમાં 7 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 782 દર્દી નોંધાયા છે અને 34 મોત થયા છે.આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે આજે દિવસ દરમિયાન 71 નવા કેસ નોંધાયા છે. તેમજ 5 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જો કે છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કે મુખ્યમંત્રી અને ધારાસભ્ય ખેડાવાલા વચ્ચે 15 થ20 ફૂટનું અંતર હતું. સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઈ હતી. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ મળ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી નું આજે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં તેઓ સ્વસ્થ હતા.