AhmedabadCorona VirusGujarathealthMadhya Gujarat

અમદાવાદ પર સંકટ: કોરોના ના એક સાથે વધુ 143 કેસ આવતા આંકડો પહોંચ્યો 765 પર, રાજ્યમાં કુલ 1272 કેસ

આજે રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. મહત્વની વાત કરીએ તો 143 કેસ તો એકલા અમદાવાદમાં જ નોંધાયા છે.મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1272 પર પહોંચી ગયો છે અને વધુ સાત લોકોના મોત થયા છે. ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

ભારત સરકાર તરફથી ગુજરાતને 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

અમદાવાદમાં કોરોના ને લીધે કુલ 24 લોકોના મોત થયા છે.ડૉ.જયંતિ રવિએ કહ્યું કે રાજ્યમાં પ્લાઝમા ટેકનિકના ઉપયોગથી કોરોના વાયરસના દર્દીઓ ની સારવાર કરવાની પરવાનગી મળી ગઈ છે. મુખ્યમંત્રી રૂપાણીએ મોડી રાત સુધી સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન સાથે વાતચીત કરી અને આપણને ક્લિયરન્સ મળ્યું છે.