અમદાવાદની હાલત અતિ ગંભીર: 24 કલાકમાં 95 કેસ આવતા કુલ આંકડો 545 પર પહોંચ્યો, રાજ્યમાં 929 કેસ
રાજ્યમાં કોરોના હવે બેકાબુ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 163 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસ નો આંકડો 929 થઈ ગયો છે. આજના 58 કેસમાંથી 53 કેસ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં થલતેજ, નવરંગપુરા, નરોડા, સારંગપુર, કાલુપુર, બહેરામપુરા, જમાલપુર, સરસપુર,દાણીલીમડા, નિકોલ, વટવા જેવા વિસ્તારોમાં આ કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, આજે નવા 58 કેસ નોંધાયા છે તેમાંથી અમદાવાદના 53 કેસ છે. સુરતમાં 2, વડોદરા અને રાજકોટ અને અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા છે.રાજ્યમાં 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 163નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ શહેરની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, કોર્પોરેશનના એક અધિકારી અને એક કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. નહેરા એ કહ્યું કે હવે સ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે હોટસ્પોટ વિસ્તારોમાં જ કેસ વધી રહ્યા છે. શહેરમાં 24 કલાકમાં 42 કેસ નોંધાયા છે. ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે શૈલેષ પરમારનો રિપોર્ટ હજુ પેન્ડિગ છે. હવે જેમને લક્ષણ નથી એમના પણ ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે.