અમદાવાદીઓ માટે કોરોના ને લઈને મોટા સમાચાર, જાણો
દેશ-દુનિયામાં હાલ કોરોના નો કહેર યથાવત છે, દરેકે દેશ કોરોના સામે લડવા માટે અલગ અલગ પગલાં લઇ રહયા છે પણ કોરોના ને કંટ્રોલ કરી શક્યા નથી.જો કે હવે અમદાવાદના લોકો માટે કોરોના ને લઈને મોટા સમાચાર આવ્યા છે.દેશમાં સૌથી વધુ કેસ હોય એવા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થાય છે. ત્યારે હવે વિશ્વના 167 દેશો કરતાં પણ વધારે કેસ એકલા અમદાવાદમાં છે. દેશમાં મુંબઈ બાદ સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં છે.
ગઈકાલે 277 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોના ના કુલ કેસનો આંકડો 10,000 વટાવી ગયો છે. મુંબઇમાં 28,817 કેસ નોંધાયા છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 669 લોકોના કોરોના ને કારણે મોત થઇ ચુક્યા છે. ગુજરાતના કુલ કેસ ના 73 ટકા કેસ તો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં અત્યારસુધી કુલ 71087 ટેસ્ટ કરવામાં આવ્યા સહ જેમાં 10001 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 3864 લોકો સાજા થયા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વધતા કેસને ધ્યાનમાં લેતા 7 દિવસનું કડકમાં કડક લોકડાઉન પણ કરાયું હતું છતાં કોરોના નો કહેર યથાવત છે.શહેરના અનેક વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા હતા. સ્પેશિયલ ડ્ર્રાઈવ માં 709 જેટલા સુપર સ્પ્રેડર્સ પોઝિટિવ મળી આવ્યા હતા.
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડોવધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 178068 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 13669 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલમાં 73 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 6598ની હાલત સ્થિર છે.ગઈકાલે રાજ્યમાં નવા 396 કેસ નોઁધાયા છે અને 27 લોકોના મોત થયા છે.