અમદાવાદ સહીત રાજ્ય માટે ખતરાની ઘંટી વાગી ચૂકી છે: અમદાવાદમાં પોઝિટિવ કેસ 622, રાજ્યમાં કુલ 1099 કેસ
અમદાવાદમાં આજે કુલ 77 નવા કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો છે. જ્યારે 22 લોકોના મોત નીપજ્યાં છે. અમદાવાદમાં દરિયાપુર, કાલુપુર, રામપુરા, દિલ્હી ચકલા, અસારવા, જમાલપુર અને મણિનગર જેવા વિસ્તારોમાં ખુબ જ કેસ આવતા હવે સ્થિતિ અતિ ગંભીર બની ગઈ છે. અમદાવાદમાં ટેસ્ટ ની સંખ્યા વધારવામાં આવતા આટલા કેસ સામે આવી રહયા છે.
આજે રાજ્યમાં સુરત 38, વડોદરા 5 અને બનાસકાંઠામાં 3 કેસ એમ કુલ 78 કેસ નોંધાતાં રાજયમાં કેસનો આંકડો 1099 પર પહોંચી ગયો છે. હાલ 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 963 સારવાર હેઠળ છે, 86 લોકો ડિસ્ચાર્જ થયાં છે તેવી માહિતી આરોગ્ય વિભાગના અગ્ર સચિવે આપી હતી. 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 150 પોઝિટિવ આવ્યા હોવાનું પણ જણાવ્યું છે.
શહેરમાં ફરજ બજાવતાં 8 પોલીસ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ છે. તેમના સંપર્કમાં કુલ 60 લોકો ક્વૉરન્ટીન કરવામા આવ્યા છે. કાલુપુર પોલીસ સ્ટેશનના PSI પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.ન્યુ સી.જી રોડ વિસ્તારમાં રહેતા અને એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.આકાશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.