Corona: ગુજરાતમાં આજે 324 કેસ નોંધાયા,અમદાવાદમાં આજે નોંધાયેલા 265 કેસના સરનામાં, ઉંમર સહિતની વિગતો જુઓ

ગુજરાતમાં કોરોના ના કેસ વધી જ રહયા ત્યારે હવે કુલ કોરોના દર્દીનો આંકડો 10 હજાર ની નજીક પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે નવા 324 કેસ નોંધાયા છે અને 20 દર્દીના મોત થયા છે.આ સાથે જ 191 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ગુજરાતમાં કુલ કેસનો આંકડો 9,592 અને મૃત્યુઆંક 586 થયો છે.

ગુજરાતમાં કોરોનાના દરરોજ 300થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં 265, સુરતમાં 16, વડોદરામાં 13 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં 24 કલાકમાં 265 નવા કેસ નોંધાયા છે અને 19 લોકોના મૃત્યુ થયા છે.

તંત્રને કોરોનાના કેસ ઘટાડવામાં સફળતા મળી નથી.

અમદાવાદમાં કોરોના ના વધતા કહેરને લીધે 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું હતું જો કે હવે તે સમાપ્ત કરવામાં આવ્યું છે અને જીવનજરૂરિયાતની દુકાનો ખોલવામાં આવશે.

શહેરમાં શુક્રવારથી શાકભાજી અને કરિયાણાની દુકાનો ચાલુ થશે.શાકભાજી વેચનારા 17,000 ફેરીયાઓનું સ્ક્રીનિંગ કરીને તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે.

દુકાન માલિકોને તમામ નિયમોનું પાલન કરવું ફરજીયાત છે.