રાજકોટ બાદ હવે અમદાવાદમાં મજુરોની ગુંડાગીરી: પોલીસ પર પથ્થરમારો કર્યો, જુઓ વિડીયો
ગઈકાલે શ્રમિકોએ રાજકોટમાં પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યાં હવે અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે.આજે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટીયર ગેસના સેલવ પણ છોડ્યા છે.ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
અચાનક જ શ્રમિકોનું ટોળું રસ્તા પર આવી ગયું હતું.પોલીસે તમામને રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ટીયરગેસના સેલ છોડતા ટોળું વિખેરાઈ ગયું હતું અને પોલીસે સ્થિતિ કાબુમાં લીધી હતી. પોલીસ દ્વારા 50 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.
દેશમાં લોકડાઉન થતા જ બેરોજગાર બનેલા મજૂરો જ્યાં છે ત્યાં જ ફસાઈ ગયા હતા. અનેક રજૂઆતો બાદ કેટલાય મજૂરો માટે બસ, ટ્રેન ની વ્યવસ્થા કરીને તેમને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. જો કે હજુ પણ ઘણા મજૂરો અહીં ફસાયેલા છે અને તેઓ પોતાના વતન જવા માટે માંગ કરી રહ્યાં છે.