AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદના કાંકરિયામાં લાગી ભયંકર આગ

અમદાવાદથી આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદના કાંકરિયામાં ભીષણ આગની ઘટનાની સામે આવી છે. તેના લીધે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે આ આગ ગઈ કાલ રાત્રીના 11 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન લાગી હતી. તેમ છતાં એક સારી વાત રહી કે કોઈ જાનહાનિ ના સમાચાર સામે આવ્યા નથી.

જ્યારે અમદાવાદના કાંકરિયામાં આ ભયંકર આગ કાંકરિયાના હોરર હાઉસમાં લાગી હતી. આગ લાગવાના કારણે તેમાં રહેલ દરેક સામાન ભડકે બળ્યો હતો. જ્યારે આગ લાગતા જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, આગ લાગવાના કારણે હોરર હાઉસની અંદર રહેલ ડિસ્પ્લે, લાકડા, કપડા જેવી વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે.

આગ કારણે શોર્ટ સર્કિટ હોવાના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે એક વાત સારી રહી છે કે આ આગ લાગી ત્યારે કોઈ પણ તેના અંદર નહોતું માટે મોટી જાનહાનિ થતા અટકી ગઈ હતી.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 માં પણ કાંકરિયાના બાલવાટિકામાં રાઇડ તૂટી પડતા એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના લીધે કાંકરિયા ચર્ચામાં બન્યું રહ્યું હતું. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે જેમાં 2 લોકોના કરૂણ મોત થવાની સાથે 29 લોકો ઈજા થઈ હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે