અમદાવાદ સંપૂર્ણ બંધ ના નિર્ણય બાદ શહેરમાં અફરાતફરીનો માહોલ, લોકોના ટોળા ઉમટી પડ્યા, જુઓ વિડીયો
ગુજરાતમાં કોરોના વાયરસ ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે અમદાવાદમાં તો સ્થિતિ બેકાબુ દેખાઈ રહી છે. ગુજરાતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ અને સૌથી વધુ મોત અમદાવાદમાં થયા છે. આજે અમદાવાદમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ બુધવારે રાત્રે 12 વાગ્યાથી અમદાવાદ સંપૂર્ણપણે બંધ રહેશે. દૂધ અને દવાની દુકાનો સિવાય એક પણ દુકાનો ખુલ્લી રાખી શકાશે નહીં.
15 મેથી અમદાવાદમાં સંપૂર્ણ પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવે આખા અમદાવાદમાં અફરાતફરી નો માહોલ છે. લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ઉમટી પડ્યા છે .લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે નીકળી પડ્યા છે. એકાએક લેવાયેલા નિર્ણય બાદ દરેક દુકાનો પર લાંબી લાઈનો લાગી ગઈ હતી.
લોકોનું કહેવું છે કે પહેલેથી જ દુકાનો બંધ છે અને અન્ય વિસ્તારોમાં જ્યાં દુકાનો ખુલ્લી હતી ત્યાં પણ હવે બંધ કરાવવામાં આવતા લોકો હવે રોષે ભરાયા હતા. સાંજે આવો નિર્ણય લેવાતા લોકો રીતસરના રસ્તા ઓર આવી ગયા હતા.અમદાવાદ પૂર્વમાં ડિમાર્ટ મોલ ખાતે લોકો ઉમટી પડતા સ્થિતિ બેકાબુ બની હતી.