અમદાવાદમાં બની એવી ઘટના કે,તમે કહેશો કે ભાઈ મારે ક્યારેય લગ્ન જ નથી કરવા
આજ સુધી તમે યુવક કે તેના પરિવાર દ્વારા યુવતી પાસે દહેજ માંગવાના અનેક કિસ્સા જોયા અને સાંભળ્યા હશે. પરંતુ આજે એક વિચિત્ર પ્રકારનો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી અને યુવતીના પરિવાર દ્વારા યુવક પાસેથી રૂપિયા માંગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતી અને તેના પરિવાર દ્વારા યુવક પાસે રૂપિયાની માંગણી કરતા કંટાળી ગયેલા યુવકનો આખરે જીવ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક યુવકે દહેજના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ યુવકની સગાઈ થઇ ગઈ હતી. ત્યારે કેનેડા જવા માટે મંગેતર દ્વારા એક કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જો કે યુવકે રૂપિયા આપવાની ના પડી દીધી હતી. જેના કારણે મંગેતરે યુવક સાથે સગાઇ તોડી નાખી હતી. યુવકે સગાઈ તુટી જવાને કારણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. અને પોતાનું જીવન તમકાવ્યું હતું. પરિવાર સૂઈ રહ્યો હતો તે દરમિયાન યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અને સવારે જયારે યુવકની માતાએ ઉઠીને જોયું તો તેમનો પુત્ર પંખા પર લટકી રહ્યો હતો.
સમગ્ર બાબત જાણે એમ છે કે, 30 વર્ષીય યુવક લખન માખીજા અને તેની સામેના બ્લોકમાં રહેતી વર્ષા ઉર્ફે વંદના જેસવાનની સગાઈ થઈ હતી. આ જ યુવતી સાથે મૃતક યુવકની સગાઈ કરવામાં આવી હતી. અને આગામી થોડા સમયમાં જ બંનેના લગ્નનું આયોજન કરવાનું પણ ચાલી રહ્યું હતું. જો કે લગ્ન પહેલા જ લખન માખીજાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવકના પરિવારના જણાવ્યા અનુસાર, સગાઇ થઇ ત્યારથી જ યુવકની મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાને વિવિધ માંગણીઓ કરવાની શરુ કરી હતી. જેમાં પહેલા તો આઈફોન લઈ આપવાની માંગણી કરી હતી.
તો યુવકે તેની મંગેતરને આઇફોન પણ લઈ આપ્યો હતો, ત્યારેપછી એક લાખ રૂપિયા લેહ-લદાખ ફરવા જવા માટે માંગ્યા હતા. ત્યારે યુવકે તેની મંગેતરની આ માંગણી પણ પુરી હતી. જો કે યુવતી એક પછી એક માંગણીઓ કરતી જ જતી હતી. અને એક વખત વાઈટ ગોલ્ડ સેટ તેમજ ડાયમંડના સેટની માંગણી કરી હતી. જો કે યુવતીની માંગણીઓ સતત વધતી જ જતી હતી ત્યારે આખરે એક વખત એવો આવ્યો જ્યારે યુવકનો પરિવાર મંગેતર વંદનાની માંગણીઓ પુરી કરવા સમર્થ રહ્યો નહોતો. જેના લીધે બંન્ને વચ્ચે તેમજ તેમના પરિવારો વચ્ચે પણ આ બાબતે ઘર્ષણ સર્જાતા રહેતા હતા. જેના લીધે આ યુવક સતત ચિંતામાં રહેતો હતો.
નોંધનીય છે કે, 30 વર્ષીય યુવક લખન માખીજાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કર્યા પછી પરિવારે યુવકનો મોબાઇલ ફોન તપાસતા તેની વોટ્સએપ ચેટ તેમજ ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યા હતા. જેના પરથી જાણવા મળ્યું હતું કે, વિદેશ જવા માટે તેની મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાન રૂપિયાની સતત માંગણી કર્યા કરતી હતી. જો કે, યુવક આ પૈસા આપવા માટે સમર્થ નહતો. ત્યારે આ યુવતી આ બાબતને લઈને સતત યુવકને હડધૂત કરતી હતી. પરિવારે આક્ષેપ કર્યો છે કે, તેમના પુત્રની મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાનના વધુ પડતા ત્રાસથી કંટાળીને જ તેમના પુત્રએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ સમગ્ર મામલે નરોડા પોલીસે યુવકના પરિવારની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. અને સમગ્ર બાબતની તપાસ કરવાનું ચાલુ કરી દીધું છે.