GujaratAhmedabad

જન્મ-મરણ સર્ટિફિકેટ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો મોટો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્મ મરણના સર્ટિફિકેટ માં સુધારા ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્મ મરણના સર્ટીફિકેટને લઈને નિર્ણય લેવાયો છે કે, હવે માત્ર જન્મના સર્ટિફિકેટ માં એક વખત સુધારો કરી શકાશે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં તમે જો રહો છો. તો જન્મ કે મરણના દાખલામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા ઈચ્છો છો. તો આ વાતનું જરૂર ધ્યાન રાખજો. કેમ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય અનુસાર હવે દાખલામાં એક જ વખત ફેરફાર કરી શકાશે.

નોંધનીય છે કે, જન્મ-મરણ-લગ્ન રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ની કચેરી બહાર લોકોની ભારે લાઈન જોવા મળી હતી. જ્યારે જન્મ-મરણ-લગ્ન ના દાખલામાં અહીં સુધારો તો એક વખત થાય છે પરંતુ ધક્કા અનેક વખત ખાવા પડે છે. અવારનવાર દાખલાઓમાં સુધારાના લીધે પરેશાન તંત્ર દ્વારા હવે નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ અનુસાર, જન્મ-મરણ અને લગ્ન ના દાખલામાં ભૂલ થશે તો એક જ વખત સુધારી શકાશે. તેમ છતાં આ નિયમથી પણ લોકો સહમત છે. પરંતુ ડોક્યુમેન્ટના નામે અવારનવાર ધક્કા ખાવા પડતા હોવાની લોકોની ફરિયાદ રહેલ છે.