AhmedabadGujaratMadhya Gujarat

સ્વેગ મેરા દેશી હૈ: અમદાવાદ પોલીસે 2 કરોડની ગાડી કબ્જે કરીને કહ્યું, “ફેન્સી નંબર પ્લેટ હશે તો ફેન્સી ચલાન આપીશું”

દેશભરમાં ટ્રાફિકના નિયમોમાં ફેરફાર થયા બાદ ટ્રાફિક પોલીસ પણ લોકોને પાઠ ભણાવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યભરમાં ટ્રાફિક ડ્ર્રાઇવ યોજવામાં આવી રહી છે અને હેલ્મેટ, નંબર પ્લેટ, ગાડીના ડોક્યુમેન્ટ ના ઉલ્લંઘન માટે ચાલકોને દંડી રહી છે.એવામાં Ahmedabad Police કેટલાક સમયથી શહેરના પોશ વિસ્તારોમાં મોંઘીદાટ ગાડીના ચાલકોને મેમો આપીને એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહી છે કે નિયમો બધા માટે એક સરખા જ છે.

ગઈકાલે અમદાવાદ પોલીસે Range rover ની લગભગ 2 કરોડ રૂપિયાની કાર કબ્જે કરી હતી. અમદાવાદ શહેર પોલીસે તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર માહિતી શેર કરતા કહ્યું છે કે, ગાડીમાં ફેન્સી નંબર પ્લેટ હતી જેથી તેનું ચલાન કાપવામાં આવ્યું છે, ઉપરાંત લાઇસન્સ અને આરસી બુક પણ નહોતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ શહેરીજનોનો વિશ્વાસ જીતવા સાડી ભાષામાં જ પોતાની વાત રજુ કરી રહી છે.

અમદાવાદ પોલીસે ટ્વીટર પર લખ્યું છે કે, “ફેન્સી નંબર પ્લેટ હશે તો અમે ફેન્સી ચલાન કાપીશું” ગાડીના ચાલકે પાસે લાઇસન્સ, આરસી બુક નહોતી અને ફેન્સી નંબર પ્લેટ હોવાથી ગાડી ડિટેઇન કરી છે.

થોડાક દિવસ અગાઉ અમદાવાદ પોલીસે શહેરના પોશ વિસ્તાર એવા Sindhu Bhavan રોડ પર 80 લાખની કિંમતની સપોર્ટ કાર ડિટેઇન કરીને વાહન ચાલક ને પાઠ ભણાવ્યો હતો.ત્યારબાદ બીએમડબ્લ્યુ જેવી કાર પણ કબ્જે કરાઈ હતી.આમ હવે પોલીસ નાના-મોટા સૌને એકસમાન રીતે જોવે છે એવું સાબિત કરવા માંગે છે તેવું લાગી રહ્યું છે. જો કે પોલીસના આવા વલણ સામે પણ ટ્વીટરમાં ઘણા લોકો કહે છે કે, તમે એક-બે ફોટો મૂકીને જનતાને ગેરમાર્ગે ન દોરો.શહેરમાં અનેક આવી ગાડીઓ ફરે છે જેમના પાર ધ્યાન નથી અપાતું.