AhmedabadCorona VirusGujaratMadhya Gujarat

અમદાવાદમાં આજે નોંધાયેલા 349 કોરોના પોઝિટિવ કેસના સરનામાં, ઉંમર સહિતની વિગતો જુઓ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 441 પોઝિટિવ કેસ નોંધાયા છે. 49 દર્દીના મોત થયા છે જ્યારે 186 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 6,245 દર્દી નોંધાયા છે. અમદાવાદમાં આજે 349 નવા કેસ નોંધાતા આંકડો 4425 પર પહોંચી ગયો છે. આજે નોંધાયેલા તમામ કેસની વિગતો જાણો,

અત્યાર સુધીમાં 24 કલાકમા સૌથી વધું 441 નવા કેસ..આજ સુધીમાં 24 કલાકમા સૌથી વધું 49 મૃત્યુ

મંગળવારે અમદાવાદમાં કોરોનાના 336 નવા કેસ અને 39 મોત નોંધાયા છે. જે સોમવારની સરખામણીએ નવા કેસમાં 33 ટકા અને મોતમાં 50 ટકાનો વધારો સૂચવે છે.

એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ અને એકવાર 400થી વધુ દર્દી નોંધાયા છે.

મોટી સંખ્યામાં લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું હોવાથી કેસો વધી રહ્યા છે. શહેરમાં રોજના સરેરાશ 1,000થી વધુ ટેસ્ટ થાય છે.

29 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં 135 લોકોના મોત થયા હતા

રાજ્યના કુલ 6245 દર્દીમાંથી 29 વેન્ટીલેટર પર અને 4467ની હાલત સ્થિર છે