GujaratAhmedabad

અમદાવાદ SOG એ પાંચ લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકની કરી ધરપકડ

અમદાવાદ SOG ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. અમદાવાદ SOG દ્વારા રૂપિયા 5.14 લાખનો એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 51.4 ગ્રામ મેફેડ્રોન સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ફિરોજ મેવાતી ઉર્ફે ભાઈમીયા હુસૈન નામના વ્યક્તિને 51.400 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મણિનગરમાં કાંકરિયા ગેટ નંબર-1 પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આરોપી પાસેથી મળેલી ડ્રગ્સની કુલ કિંમત 5,14,000 હોવાનું સામે આવ્યું છે. આ આરોપી મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનો રહેવાસી હોવાનો છે અને રેલવે મારફતે તે અમદાવાદ પહોંચ્યો હતો. જ્યારે એસોજી દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

તેની સાથે જણાવી દઈએ કે, આ અગાઉ અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરતી એક મહિલા પેડલર સહિત 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કેસમાં પતિ જેલમાં જતા પત્ની દ્વારા ડ્રગ્સનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. ઝોન 7 LCB દ્વારા રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપી અને જુહાપુરાની મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને 2.53 લાખનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં દરિયાપુરની ડ્રગ્સ પેડલરનું નામ સામે આવ્યું હતું. એવામાં આજે અમદાવાદ SOG દ્વારા રૂપિયા 5.14 લાખનો એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.