AhmedabadGujarat

અમદાવાદ એસટી બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા ટ્રાફિક પોલીસ ના જવાનોએ ગાડીમાં બેસાડી CPR આપી બચાવ્યો જીવ

અમદાવાદ શહેરથી હાર્ટએટેક ની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ ફરજ બજાવી રહ્યા હતા તે સમયે એસટી બસમાં ડ્રાઈવર ને હાર્ટ એટેક આવી ગયો હતો. પરંતુ ડ્રાઈવર દ્વારા અચાનક જ બસ બાજુમાં લઈને સીટ પર ઢળી પડ્યા હતા. તેના લીધે તે સમયે ત્યાં ઉભેલા ટ્રાફિક જવાનો તેમની મદદ માટે ત્રણ પોલીસકર્મી દોડી આવ્યા હતા. તેમના દ્વારા પોલીસ ની કારમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
જાણકારી મુજબ, વિસનગર ની કેશોદ જનાર એસટી બસ સવારના સમયે ચાંદખેડા તપોવન થી વિસ્ત જવાના રસ્તા પર પહોંચી તે સમયે બસના ડ્રાઈવર સુરેશભાઈ ચૌધરી ને છાતીમાં દુખાવો શરુ થઈ ગયો હતો. દુખાવો વધી જતા તે તેમની સીટ પર ઢળી પડ્યા હતા. તે સમયે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસની વાન ના ડ્રાઈવર અને 2 પોલીસકર્મી ત્યાં રહેલા હતા. એવામાં હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ, કોન્સ્ટેબલ નિકુલભાઇ અને કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ વાન પાસે રહેલા હતા ત્યારે તેમને એસટી બસ તરફ જોયું હતું.
ત્યાર બાદ ત્રણેય પોલીસકર્મીઓ દ્વારા તાત્કાલિક એસ ટી બસમાંથી સુરેશભાઈને ઉતારીને પોલીસ ની વાનમાં બેસાડી દીધા હતા. જ્યારે 108 ને ફોન કર્યો પરંતુ તે આવી શકે તેમ ન હોવાના લીધે SMS હોસ્પિટલમાં સુરેશભાઈને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તે સમયે રસ્તામાં સુરેશભાઈને CPR પણ આપવામાં આવ્યું હતું. હોસ્પિટલ આવતા જ સુરેશભાઈને ઇમરજન્સીમાં SMS હોસ્પિટલમાં દાખલ કરાવી સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમ છતાં ત્રણે પોલીસ જવાનોની સૂચકતા ના લીધે મુસાફરો થી ભરેલી બસ ના ડ્રાઈવર ના જીવ બચાવી લેવામાં આવ્યો હતો.