GujaratAhmedabad

અમદાવાદ : ધોલેરા-વટામણ હાઈવે પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણ ના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ નજીકથી સામે આવ્યો છે.

તાજેતરના સમાચાર મુજબ, અમદાવાદ ના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ નજીક આજે બે ટ્રક સામસામે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, બન્ને ટ્રકની કેબિનનો કુચ્ચો બોલી ગયો હતો. જ્યારે આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યા હતા. ઘટનાની જાણકારી મળતા ધોલેરા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં આગળની હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે, પીપળી ગામ નજીક GJ-01-CX-0386 નંબરની ટ્રક અને GJ-04-AT-8262 નંબરની આઇસર ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બન્ને ટ્રક ના આગળનો ભાગ કુચ્ચો બોલી ગયો હતો. આઇસર ટ્રક ની સાઈડમાં એક નેમ પ્લેટ પણ લાગેલી છે જેમાં બાપા સીતારામ લખેલું હતું. જ્યારે મોબાઈલ નંબર પણ આપેલા છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને દ્વારા પોલીસ તથા ૧૦૮ ની ટીમ જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.