રાજ્યમાં ફરી એક વખત લુટેરી દુલ્હનનો મામલો સામે આવ્યો છે. બે મિત્રો લગ્ન કરવા માટે યુવતીની શોધ કરી રહ્યા હતા. તે દરમિયાન અન્ય લોકો આ બંને મિત્રોના સંપર્કમાં આવ્યા અને તેમણે બંને મિત્રોને યુવતીઓ સાથે લગ્ન કરાવી દીધા હતા. તેમ છતાં લગ્ન કરી બંને મિત્રો પત્નીઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ બંને યુવતીઓ અડધા રસ્તામાં જ નાસી ગઈ હતી. બંને મિત્રોને લગ્નના નામે પોતાની સાથે છેતરપિંડી થયો હોવાનું અહેસાસ થતા તેમના દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં લગ્નના નામે ખેડૂત સહિત બે લોકો સાથે અઢી લાખ રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હતી. જેમાં 5 મહિલા સહિત 8 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત થતી જાણકારી અનુસાર, આરોપીઓ દ્વારા મેરેજ બ્યુરો થકી યુવતી સાથે કોર્ટમાં લગ્ન કરાવવામાં અવ્યા હતા અને ત્યાર બાદ યુવતી દીઠ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને અંતે 2.40 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ લગ્ન કરીને આ નવયુગલ ઘરે જઈ રહ્યું હતું તે દરમિયાન આ બંને કન્યાઓ રસ્તામાં જ નાસી ગઈ હતી. તેના લીધે બંને યુવકને સમજાયું કે તેમની પાસે છેતરપિંડી કરવામાં આવી છે. ત્યાર બાદ આ સમગ્ર મામલામાં રામોલ પોલીસ સ્ટેશનમાં 5 મહિલા સહિત 8 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.