GujaratAhmedabad

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અકસ્માતની દુઃખદ ઘટના : જીતપુરામાં એક જ પરિવારના ત્રણ લોકોની અર્થી એક સાથે ઉઠતા ગામ આખું હીબકે ચઢ્યું

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા લોકો ભોગ બનતા રહે છે. જ્યારે આવી જ એક ઘટના ગઈ કાલના અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવેથી સામે આવી હતી.

અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ઊભા રહેલા ટ્રેલરની પાછળ કાર ઘૂસી જવાના લીધે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં એક દુઃખદ ઘટના પણ સામે આવી છે. આ અકસ્માતમાં મૂળ ગોધરા તાલુકાના જીતપુરાના રહેવાસી અને છેલ્લા ૨૫ વર્ષથી વાપી ખાતે રહેનાર દંપતી અને પુત્રનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

જાણકારી મુજબ, મૂળ ગોધરા તાલુકાના અને જીતપુરા ગામમાં રહેનાર અમિતભાઈ મનોજભાઈ સોલંકી પત્ની દક્ષાબેન અને ત્રણ બાળકો (બે પુત્રી ભૂમિ અને જયના, પુત્ર દક્ષ) સાથે છેલ્લા ૨૫ વર્ષથી વાપીમાં રહી રહ્યા છે. અમિતભાઈ વાપી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરીને પારિવારિક જીવન ચલાવી રહ્યા હતા. એવામાં બે દિવસ પહેલા તેમના વતનમાં સામાજિક પ્રસંગ હોવાના લીધે પરિવાર સાથે વાપીથી હાલોલ ખાતે તે ગયા હતાં. ત્યાંથી પ્રસંગ પતાવીને તેઓ અમદાવાદ રહેનાર બિમાર બહેનની તબિયત જોવા માટે પત્ની અને દીકરા સાથે ખાનગી કારમાં બેસી અમદાવાદ આવી રહ્યા હતા. એવામાં રસ્તામાં અકસ્માત સર્જાતા ત્રણેયના મૃત્યુ નીપજ્યા હતા.

તેની સાથે એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતા પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે આ અકસ્માત માતા-પિતા અને નાના ભાઈના મૃત્યુથી બે પુત્રી નિરાધાર બની ગયેલ છે. તેની સાથે ત્રણેય મૃતકોની ગામમાંથી એક સાથે અંતિમયાત્રા નીકળતાં સમગ્ર ગામમાં શોકમય વાતાવરણ બન્યું હતું.