અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર બુધવારની મોડી રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. જ્યારે અકસ્માત સર્જનાર તથ્ય પટેલને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના રિમાન્ડ પણ પોલીસ દ્વારા મેળવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP નિતા દેસાઇનું નિવેદન મોટું નિવેદન સામે આવ્યું છે.
પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેટલીક બાબતોમાં હજુ તપાસ અધુરી રહેલ છે. આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યું હોવાનું સામે આવ્યુ નથી. જ્યારે કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની હજુ તપાસ બાકી રહેલી છે. અકસ્માતના દિવસે કોની કોની સાથે નીકળ્યો હતો તેમજ કઈ કઈ જગ્યાએ ગયો હતો તે શું કર્યું હતું તેને લઈને તપાસ હજુ બાકી રહેલી છે. જ્યારે તથ્ય અમુક સવાલોના જવાબમાં અચકાઈ રહ્યો છે. તેમાં કારની સ્પીડને લઈને તથ્ય દ્વારા કોઈ ચોક્કસ જવાબ આપવામાં આવ્યો નથી.
વધુમાં તેમને જણાવ્યું કે, કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની પણ તપાસ હજુ બાકી રહેલી છે. જ્યારે અગાઉ કોઈ અકસ્માત કર્યો હતો કે, અકસ્માત બાદ સમાધાન થયેલુ હતું તેને લઈને હજુ તપાસ બાકી છે. આ સિવાય RTO માંથી પણ જોઈન્ટ વિઝિટ કરવામાં આવી હતી પરંતુ તેનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. ફોનની ચકાસણી માટે FSL માં મોકલવાના બાકી રહેલી છે તેને લઈ અત્યારે અમે ફોન જપ્ત કરી લીધા છે તેમજ DNA, ડ્રગ્સ અંગેનો રિપોર્ટ પણ હજૂ આવવાનો બાકી રહેલો છે.
નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ પર બુધવાર ની રાત્રીના ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવ લોકોના કરૂણ મોત થયા હતાં. અકસ્માત થયા બાદ અકસ્માત ના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં લોકો ફંગોળતા જોવા મળ્યા હતા. તેની સાથે રસ્તા પર કારના બોનેટ પર લાશો પડેલી જોવા મળી હતી. આ બધાની વચ્ચે આરોપી તથ્ય પટેલ ને તેનો પિતા પ્રજ્ઞેશ આવીને લઈને ચાલ્યો જતા પણ જોવા મળ્યો હતો. પોતે પોતાના પુત્રની ભૂલ કહેવાના બદલે તે બિન્દાસ આવે છે અને તેને લઈને ચાલ્યો જાય છે. તેની સાથે તથ્ય પટેલની કારમાં તથ્ય પટેલ સહિત બે યુવક અને ત્રણ યુવતીઓ પણ રહેલી હતી. તથ્ય પટેલ કાર ચલાવી રહ્યો હતો, ત્યારે તેની બાજુમાં એક યુવતી બેઠેલી હતી.