AhmedabadCorona VirusGujaratMadhya Gujarat

અમદાવાદના યુવકને 5 દિવસથી કોરોના ના તમામ લક્ષણો: સોલા સિવિલ હોસ્પિટલે ટેસ્ટ કરવાની ના પાડી

અમદાવાદ: શહેરમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે હવે લોકો ટેસ્ટિંગ પ્રક્રિયા પણ સવાલ ઉઠાવી રહયા છે.છેલ્લા કેટલાક દિવસથી કોરોના ના ટેસ્ટ એકદમ ઓછા કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે જેમને કોરોના ના લક્ષણો દેખાય છે તેમના પણ ટેસ્ટ કરાતા નથી.લોકો સોંશીયલ મીડિયા પર ટેસ્ટ મામલે સરકારની પોલ ખોલી રહ્યાં છે. અમદાવાદના રોહન કુમાવત નામના યુવકે પોતાના ફેસબુક પેજ પર પોતાની વ્યથા ઠાલવી છે અને આરોગ્ય વિભાગની પણ પોલ ખોલી છે.

રોહન કુમાવતે લખ્યું છે કે,છેલ્લા 5 દિવસથી મને તાવ,ગાળામાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો છે જેની દવા પણ ચાલુ છે છતાં કોઈ ફેર પડ્યો નથી. કોરોના વાયરસના પણ આ જ લક્ષણો હોવાથી હું સોલા સિવિલ હોસ્પિટલ પર કોરોના ટેસ્ટ માટે ગયો પરંતુ હોસ્પિટલ દ્વારા ટેસ્ટ કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી અને 5 દિવસ દવા લેવા જણાવ્યું.

રોહને તમામ લક્ષણો જણાવ્યા હતા જે અતિ ગંભીર કહી શકાય તેવા કોરોના ના લક્ષણ છે.જો યોગ્ય સમયે નિદાન ન થાય તો જીવ પણ જોખમમાં મુકાઈ શકે. છતાં હોસ્પિટલ ની ટિમ દ્વારા કહેવાયું કે તમને કંઈ જ પ્રોબ્લેમ નથી.રોહન કહે છે કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ખુબ જ મોંઘી છે જે મને પરવડે તેમ નથી.