અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. બજેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જોગવાઈ કરવામાં આવી હતી એવામાં તેના પર અમલ કરવાનું AMC દ્વારા નક્કી કરી લેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં ટ્રાફિક સિગ્નલમાં કાયદાનો ભંગ બદલ ફકત ઇ મેમો જ ઇસ્યુ કરાઈ છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખાસ AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ દંડ વસૂલ કરવા માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના 5000 જેટલા કેમેરાને AI ટેકનોલોજીથી સજ્જ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં અનેક પ્રકારના મેમાઓ અને કાયદાઓનો ભંગ બદલ મેમો ઇસ્યુ કરાશે.
તેની સાથે તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો કોર્પોરેશનના કોઈ નિયમને અવગણ્યો તો તમે ત્રીજી નજરના રડારમાં આવી જશો અને ત્યાર બાદ તમારા પર દંડનાત્મક કાર્યવાહી થશે. કોર્પોરેશન દ્વારા એ આઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી નિયમભંગ કરનારા સામે કાર્યવાહી કરાશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 5,000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે. અત્યાર સુધી માત્ર સિગ્નલ ભંગના મેમાં આપવામાં આવતા હતા પરંતુ હવે 30 થી વધુ બાબતો અંગે મેમો આપવામાં આવશે.