GujaratAhmedabad

અમદાવાદના પ્રખ્યાત ડોક્ટરના દીકરાએ સર્જ્યો અકસ્માત, પોલીસે ભોગ બનનારને કહ્યું સમાધાન કરી લો…

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે.ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.

અમદાવાદ ના રાજપથ રોડ પર અમદાવાદના જાણીતા ડોક્ટર પંકજ પટેલ ના દીકરા દ્વારા પુર ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરના દીકરા દ્વારા પુર ઝડપે કાર ચલાવી 2 કારને અડફેટે લેવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. તેના લીધે બંને કારને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માત સર્જી ને ડોક્ટર નો દીકરો ઘટનાસ્થળ પરથી નાસી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલામાં પોલીસ દબાવવા માટે નો પ્રયાસ કરી રહી હોવાનું પણ જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજપથ ક્લબ ની પાછળ આવેલા રસિલા કિચન નજીક ગઈ કાલ રાત્રિના પાર્ક કરેલ બે કારને અન્ય એક કાર ચાલક દ્વારા ટક્કર મારી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તેમજ રસિલા કિચન રેસ્ટોરાંના બોર્ડને પણ કાર અથડાતા બોર્ડ તૂટી ગયું હતું. ત્યારે આ સમગ્ર મામલે લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડોક્ટરનો દીકરો નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ જે કારને નુકસાન થયું તેના માલિક દ્વારા પણ પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

તેની સાથે આ સમગ્ર મામલામાં પોલીસ પણ ડોક્ટરને મદદ કરી રહી હોવાની જાણકારી સામે આવી છે. તેના લીધે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ઈનોવા કાર ચાલકને કેસ ન કરવા પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ અકસ્માત કરનાર ડોક્ટર નો દીકરો આજે અમેરિકા માટે નીકળવાનો હોવાથી કેસ ન કરવા દબાણ કરાયું છે. ડોક્ટરના દીકરાને અમેરિકા જવામાં નડતર ન થાય તે માટે સમાધાનનું દબાણનો આરોપ પર લગાવવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલામાં ઈનોવા કાર ના માલિક દ્વારા પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે.