GujaratMehsanaNorth Gujarat

મહેસાણામાં એમેઝોનના ડિલિવરી બોયે પિતા-પુત્રી પર કર્યો જીવલેણ હુમલો, કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

મહેસાણા થી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક ડિલિવરી બોય દ્વારા ધમાલ મચાવવા માં આવી હોવાનું સામે આવ્યું છે. પાર્સલની ડિલિવરી આપવા માટે આવેલા ડિલિવરી બોય દ્વારા એક યુવતી પર હુમલો કરવામાં આવ્યો હતો. ડિલિવરી બોય દ્વારા યુવતીનું ગળું દબાવવાની સાથે યુવતીના પિતાને પણ ઇજા પહોંચાડવામાં આવી હતી. આ સમગ્ર બાબત માં યુવતી દ્વારા ડિલિવરી બોય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે મામલામાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લેપટોપ બેગનું પાર્સલ આપવા આવેલ ડિલીવરી બોયે યુવતીનું ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતી દ્વારા 40 રૂપિયાની રસીદ માંગવામાં આવતા યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યુવતીને બચાવવા વચ્ચે પડેલા તેના પિતાને પણ આ યુવક દ્વારા માર મારવામાં આવ્યો હતો.. આ ઝઘડામાં યુવતીના પિતાનો હાથ ભાગી જતા ફેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. યુવતી દ્વારા સમગ્ર બાબતમાં ડિલિવરી બોય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, એમેઝોન ના ડિલીવરી બોય દ્વારા રસીદ મામલા રકઝક થતા યુવતીનું ગળું દબાવી દીધું હતું. આ ઘટના મહેસાણાની કૃષ્ણ પાર્ક સોસાયટીમાં ઘટી છે. લેપટોપ બેગનું પાર્સલ આપવા આવેલા ડિલિવરી બોય પાસે 40 રૂપિયાની રસીદ માંગવામાં આવતા યુવક ગુસ્સે ચડી ગયો હતો. ગુસ્ડિસે થયેલા લિવરી બોય દ્વારા યુવતીનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતીને બચાવવા વચ્ચે પડેલા તેના પિતાને પણ યુવક દ્વારા માર મારવામાં આવ્યો  હતો. આ ઝપાઝપીમાં યુવતીના પિતા નો હાથ તૂટી ગયો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડિલિવરી બોય વિજયભાઈ સદાભાઈ પરમાર સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.