AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આ તારીખથી વરસાદી માહોલ બનશે

રાજ્યમાં થોડા દિવસોથી વરસાદે વિરામ લીધેલો છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે આ બાબતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ વિસ્તારો ના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. આ કારણોસર 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદી માહોલ બનશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદી માહોલ બનશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે તેની સાથે 26 થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. મઘા નક્ષત્રમાં અગસ્ત્ય નો ઉદય હોવાના લીધે 17 થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો માટે સારો રહેવાનો છે.

નોંધનીય છે કે, હાલ રાજ્યમાં પૂરતો વરસાદ વરસી ચૂક્યો છે અને આગામી દિવસોમાં છૂટાછવાયો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેમાં પણ 17 થી 30 ઓગસ્ટ દરમિયાન વરસનાર વરસાદ ખેડૂતો મહત્વનો સાબિત રહેવાનો છે. આ વરસાદનું પાણી સારું રહેવાનું અને પહેલાના જમાનામાં મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરાતું હતું. અંબાલાલ પટેલે તે પણ જણાવ્યું છે કે, મઘા નક્ષત્રમાં થયેલ વરસાદથી ચણાનો પાક સારો રહેવાનો છે.