AhmedabadGujarat

અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી નવી આગાહી, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસશે વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે તેમને આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારા મા પણ ભારે વરસાદ જોવા મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા ભારે વરસાદ વરસી શકે છે. તેની સાથે કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ જોવા મળશે. જયારે  મોરબી, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ધોળકા, ધંધુકા, બોટાદ અને બગોદરામાં વરસાદની વરસવાની શક્યતા રહેલી છે.

તેની સાથે તેમના દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ વડોદરા, આણંદ, કરજણ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે. તેની સાથે ભયાનક આગાહી કરતા તેમને જણાવ્યું છે કે, નર્મદા, તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળશે.

જ્યારે વધુમાં તેમને જણાવ્યું કે, 14 જૂલાઈ આજુબાજુ બંગાળના ઉપસાગર હળવું દબાણ ઉભું થવાની શક્યતા રહેશે. તેની સાથે 23 જૂલાઈના પણ હવાનું હળવું દબાણ ઉભું થવાનું છે. તેન લીધે ૧૬ થી ૨૦ જુલાઈના ઉત્તર ભારતમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે ૨૫ થી ૩૦ જુલાઈના દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે.