AhmedabadGujarat

અંબાલાલ પટેલે ગરમીને લઈને કરી મોટી આગાહી….

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી કમોસમી વરસાદે વિદાય લીધી છે. તેના લીધે ગરમી એ જોર પકડ્યું છે. એવામાં હવે રાજ્યમાં ગરમીનો પારો 45 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. પરંતુ હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ને ગરમીથી જલ્દી જ રાહત મળી જશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના લીધે વાવાઝોડા જેવી સ્થિતિ ઉભી થશે.

જ્યારે મોચા વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં ગરમી એ જોર પકડ્યું હતું. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, આજથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી જશે. આજથી લઈને 18મે સુધીના ત્રણ દિવસ ગરમીમાં રાહત રહેવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના લીધે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટશે.

આ સિવાય રાજ્યમાં કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ નું જોર પણ વધવાની છે. આ સિવાય ગુજરાતમાં મે મહિનામાં પ્રી-મોનસુનની એક્ટિવિટી શરૂ થશે. જ્યારે રાજ્યમાં 22 થી 24 માં પ્રી-મોનસુન એક્ટિવિટી ની શરૂઆત થશે. 28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રાજ્યમાં રહેશે. તેમ છતાં રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ વરસે તો વરસાદ સારો થાય છે. 28 મે બાદ અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે. તેમ છતાં તે સમયે હળવું વાવાઝોડું સક્રિય બનશે. તેની અસરના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે.