અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ટકરાતા કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂનમાં ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થઈ જશે. બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસશે.
અંબાલાલ પટેલ દ્વારા તેની સાથે એ પણ જણાવ્યું કે, આગામી ગુજરાતમાં વિધિવત રીતે 21 જૂનના ચોમાસુ બેસી જશે. જ્યારે જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડા ના લીધે ગુજરાત નો પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેવાનો છે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 સુધી રહેવાની છે. 21 જૂન પછી વિધિવત રીતે ચોમાસુ બેસી જશે. તેમણે જણાવ્યું કે, આગામી જુલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પેટર્ન મુજબ રહેવાનો છે. જ્યારે આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની શક્યતા રહેલી છે.
તેની સાથે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. તેના લીધે 17 થી 20 માં ચોમાસાનો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. બિપોરજોય વાવાઝોડાના લીધે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો છે. અરબ સાગરમાં ઉઠેલા તોફાનના લીધે કેરળમાં ચોમાસું મોડું બેસ્યું હતું. તેમ છતાં વાવાઝોડાના લીધે સમગ્ર દેશમાં ચોમાસા પર અસર પડી છે.