ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ઉનાળામાં વરસાદી માહોલ બન્યો હોય તે સમાન વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જયારે આજે એવા જ સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. તેની સાથે તેમને એ પણ જણાવ્યું છે કે, વરસાદની સાથે ગરમીમાં વધારો હશે.
તેની સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં 12 એપ્રિલથી 19 એપ્રિલ રોજ વાતાવરણમાં પલટો જોવા મળશે. તે દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનમાં પલટો જોવા મળશે. આ સિવાય 12 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ રહેલી છે. તેમાં પણ ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો તે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ રહેલી છે. તેની સાથે 23 થી 28 એપ્રિલના ભારે પવન સાથે રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે.
એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આજુબાજુ રહેવાની સંભાવનાઓ છે. તેની સાથે જ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને આકરા તાપની આગાહી કરાઈ હતી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 9 અને 10 એપ્રિલના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધે તેવી શક્યતા છે.
આ બે દિવસ દરમિયાન ગરમીનો પારો 39-40 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 અને 10 એપ્રિલ બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યમાં 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદની શક્યતા છે. રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે.
- ડિસેમ્બરમાં આ 4 ગ્રહો બદલશે પોતાની ચાલ, આ રાશિઓ પર થશે ધનનો વરસાદ
- રાહુના નક્ષત્ર પરિવર્તનની આ રાશિઓ પર ભારે અસર પડશે, સમજી વિચારીને નિર્ણય લો, જાણો રાશિફળ
- આ કારણે પણ હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે, ડોક્ટર પાસેથી જાણો કેવી રીતે બચી શકાય
- પૌત્રના અંતિમ સંસ્કારમાં દાદા ડાન્સકરવા લાગ્યા, વાયરલ વીડિયો જોઈને લોકોએ કહ્યું કે..