GujaratAhmedabad

અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને કરી ભયાનક આગાહી

ગુજરાતના હવામાનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને એક મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા જૂન મહિના સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. પરંતુ તેની સાથે તેમને એ પણ જણાવ્યું છે કે, આ વખતનું ચોમાસું નબળું રહેવાનું છે. અંબાલાલ પટેલની આ આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. તેમણે જણાવ્યું છે કે, ચાલુ વર્ષમાં 94 થી 95 ટકા જ વરસાદ પડવાની શક્યતા છે.

તેની સાથે અંબાલાલ પટેલ કેરી પકવતા ખેડૂતોને લઈને પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ખરાબ હવામાનના લીધે માત્ર બાગાયતી પાકો જ નહીં, અનાજના પાક અને કપાસનાં પાકોમાં ઇયળોની શક્યતા રહેવાની છે. જ્યારે કેરીના પાકમાં અંબાના મોર જ ગળી જાશે. આ વખતે કેરીના પાકને મોટા નુકસાન થઈ શકે છે તેવા સંકેત છે. મે મહિનામાં બાકી રહેલી કેરીને પણ નુકસાન પહોંચી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનો જ નહીં છેક જૂન મહિના સુધી માવઠાની અસર રહેશે. આ દરમિયાન તેમણે એક આશ્ચર્યચકિત આગાહી કરતા ચારેબાજુ ચર્ચાનો વિષય બની ગયો છે. અંબાલાલ દ્વારા માવઠાની આગાહી વચ્ચે સર્પદંશ અંગે એક ભયાનક આગાહી પણ કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 17મી જૂન બાદ આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે અને આ સમયગાળા દરમિયાન સાપનો ઉપદ્રવ સાથે સાપ કરડવાના બનાવો પણ વધારો થઈ શકે છે.

આ સિવાય અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજ ફરી રાજ્યમાં માવઠું પડી તેવી શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના લીધે ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી માવઠું થઇ શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડે તેવી શક્યતા છે. ભેજના લીધે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા રહેલી છે. 8 થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ વરસશે.